બદલાપુર…ન ચૂકવા જેવી ફિલ્મ

બદલાપુર…ન ચૂકવા જેવી ફિલ્મ

Badlapur

જે ફિલ્મ જોઇને તમારા દિમાગ પર નશો છવાઈ જાય અને તેના કિરદાર, સંવાદ, સ્ટોરી ઇવન સીન્સને તમે વાગોળતા રહો કે તેનું મ્યુસિક અને બેક ગ્રાઉન્ડ મ્યુસિક તમારા કાનોમાં ગુંજતું રહે તે ફિલ્મ મારા મતે સારી અને ખુબ સારી. પછી તેની નાની નાની ખામીઓને પણ અવગણી શકાય. તાજેતરમાં બદલાપુર જોતી વખતે આવો અનુભવ થયો. ફિલ્મ જોયા પછી બે દિવસ સુધી તો મારા દિમાગમાંથી નીકળી જ નહોતી.

ઘણા દિવસો પછી પહેલી સેકંડથી લઈને છેલ્લી સેકંડ સુધી ફિલ્મ જોવાની મજા ‘બદલાપુર’ જોતી વખતે આવી. ફિલ્મની પહેલીજ ફ્રેમ કે સીન બતાવે છેકે ફિલ્મ જબરદસ્ત નીકળવાની છે. અને ખરેખર આ આશા ખોટી નથી નીવડતી.

નાવાઝુદ્દીન સીદીકી ને તો બ્લેક ફ્રાઇડેના પેલા લોક અપ વાળા સીનમાં જોઇને જ ખબર પડી ગઈ હતી કે આ ચરકટ તો ચમત્કાર બતાવશે જ. જે એમણે વસેપુર, તલાશ અને બીજી બધી ઘણી ફિલ્મો દ્વારા સાબિત કરી દીધેલ છે. બદલાપુરમાં તો પોતાના પરફોર્મન્સને એક અલગ લેવલ પર લઇ ગયા છે. જેટલીવાર તે સ્ક્રીન પર આવે છે તેટલી વાર છવાઈ જાય છે. કોઈ જાતના વધારે પડતા એક્ષ્પ્રેસન્સ વગર નોર્મલ સ્ટાઈલથી જે રીતે સંવાદ બોલે છે તે સીધું મગજમાં ઉતારી જાય છે. વરુણ ધવને પણ રોમેન્ટિક ઈમેજમાં થી બહાર નીકળવા માટે લીધેલુ જોખમ ફળ્યું છે. દિવ્યા દત્તા, વિનય પાઠક અને રાધિકા આપ્ટે થોડા સમય માટે પણ આવીને પાત્રને પુરતો ન્યાય આપી જાય છે. હુમાં કુરેશી અને યામિ ગૌતમ પણ ધીમે ધીમે ખીલી રહી છે. નાના કિરદાર જેવાકે નાવાઝુદ્દીનની માં, મહિલા જાસુસ, માઈકલ કેદી, વગેરે એકદમ કન્વીન્સિંગ લાગે છે. જાકીર હુસેન માત્ર એક જ સીન માં આવીને જે ધમાલ મચાવે છે તે ખરેખર કમાલ છે.

જી કરદા, બદલા બદલા, જીના જીના, જુદઈ વગેરે ગીતો અદભૂત છે અને એકદમ યોગ્ય જગ્યાએ મુકાયેલ છે. બેક ગ્રાઉન્ડ મ્યુઝીક પણ સરસ છે.

શરૂઆતમાં માત્ર મસાલા હિન્દી ફિલ્મ જેવી બદલાની વાર્તા વાળી લાગતી આ ફિલ્મ ધીમે ધીમે સામાન્યથી અસામાન્ય વાર્તા અને સંદેશનું સ્તર પકડી લે છે અને છેક છેલ્લે સુધી જાળવી રાખે છે. શ્રીરામ રાઘવને એક હસીના થી અને જોની ગદ્દારમાં તો કમાલ દેખાડી હતી પણ બદલાપુરમાં તો એક અલગ જ શ્રીરામ રાઘવન દેખાય છે.

ટૂંકમાં બદલાપુર એક વાર જોવા જેવી નહિ પણ ન ચૂકાય તેવી મસ્ટ વોચ ફિલ્મ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s