ફેબ્રુઆરી- ૧૫ ની ફિલ્મો & બુક

ફેબ્રુઆરી- ૧૫ ની ફિલ્મો & બુક

તો ફેબ્રુઆરી-૨૦૧૫માં મેં જોએલી ફિલ્મો વિષે ટૂંકમાં મારા વિચારો…ટાઈટલની બાજુમાં રેટિંગ પણ આપેલા છે.

૧. બેંગ બેંગ (૨૦૧૩) – ૬/૧૦

બેંગ બેંગ જેની રીમેક છે તે નાઈટ & ડે પણ એક એવરેજ ટાઇમ પાસ મુવી હતી. ખબર નહિ ડીરેક્ટર રીમેક બનાવતી વખતે શું વિચારતા હતા? ઓરીજનલ મુવી નો ચાર્મ તો છે જ નહિ. અને પછી વેર ની વસુલાત વાળું એડીસન… ટાઇટલ ટ્રેકનું સંગીત અને ડાન્સ સિવાય ફિલ્મમાં જોવા જેવું ખાસ કશું છે નહિ.

૨. ધ ઈમ્પોસીબલ (૨૦૧૨) – ૭/૧૦

૨૦૦૫ના સુનામીમાંથી બચી નીકળેલ કુટુંબની સાચી ઘટના પરથી પ્રેરિત સારી મૂવિ છે. થોડી ઠંડી છે. પણ પરફોર્મન્સ સારા છે.

૩. હૈદર (૨૦૧૪) – ૮/૧૦

અદભુત કેમેરા વર્ક, જોરદાર અભિનય, સંવાદ, કથા અને સંગીત તથા કાશ્મીરનું બેક ગ્રાઉન્ડ.. ફિલ્મને એક વિશેષ ફિલ્મ બનાવે છે. મસ્ટ વોચ કહી શકાય.

૪. એક થી ડાયન (૨૦૧૩)– ૬/૧૦

શરૂઆત જેટલી ચુસ્ત તેટલી જ ઈન્ટરવલ પછી ઢીલી. અંત તો એકદમ ખરાબ. એકવાર જોવાય ખરી.

૫. હોટ ટબ ટાઇમ મશીન (૨૦૧૦)- ૭/૧૦

ટોટલ ટાઇમ પાસ. ધ હેન્ગ ઓવર જેવી ફિલ્મો ગમતી હોય તો આમાં પણ મજા આવશે.

૬. જોલી એલ એલ બી. (૨૦૧૩) -૮/૧૦

દેશની કાનુન પધ્ધતિ પર કટાક્ષ કરતી સારી સ્ટોરી, અભિનય વાળી ફિલ્મ. અભિનય બધાનો સારો છે. પણ સૌરભ શુક્લા જજ ના રોલ માં મેદાન મારી જાય છે. જમતી વખતના સીન વખતે તેનો અભિનય જોવા જેવો છે. ચા પીવાની પણ સ્ટાઈલ ગજબ છે.

૭. ડલાસ બાયર્સ ક્લબ (૨૦૧૩) – ૮/૧૦

મેથ્યુ મેકકોન્ઘે તથા જેરાડ લેટોના અદભુત ઓસ્કાર વિનિંગ અભિનય વાળી જોવા જેવી ફિલ્મ

૮. ધ ગ્રાન્ડ બુડાપેસ્ટ હોટલ (૨૦૧૪) – ૮/૧૦

અદભુત સીનેમેટોગ્રાફી અને બેક્ગ્રાઉન્ડ વાળી એક સરસ વાર્તા કહેતી ફિલ્મ.

૯. બદલાપુર (૨૦૧૫) – ૯/૧૦

ન ચૂકવા જેવી ફિલ્મ. હિન્દી સિનેમાનું નવું રૂપ. નાવાઝુદ્દીન સીદીકીનો નેચરલ પણ ઊંચાઈને આંબતો અભિનય. મસ્ટ વોચ. બાકી વધારે ડીટેલ આગળની પોસ્ટમાં લખેલી જ છે.

બુક…

ક્લાઈવ કસ્લર લિખિત ‘ધ સાઈલન્ટ સી’ લગભગ બે મહિનાથી વાંચવાનું ચાલુ છે. પતવા જ આવી છે. હવે ‘બક્ષીનામા’ નો વિચાર છે. જોઈએ શું થાય છે?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s