માર્ચ-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તક

તો આ માર્ચ-૨૦૧૫માં જોયેલી ફિલ્મોને મમળાવીએ.

  1. Eight below : 7/10

સત્ય ઘટના પર આધારિત ડીઝનીની ફિલ્મ છે. થોડી ઠંડી ફિલ્મ લાગે છે (જોકે ફિલ્મમાં એન્ટાર્કટીકા બતાવેલો છે તો ફિલ્મ પણ ઠંડી જ હોય ને). જોકે સત્ય ઘટના પર આધારિત હોવાથી વધારે પડતું બતાવી પણ ન શકાય જે સારી વાત છે.

  1. Happy New Year : 4/10

હરામ જો જોવા જેવી એક પણ મોમેન્ટ હોય તો!. ફરાહ ખાન નું લેવલ તો ફૂલ સ્પીડથી નીચે જ ઉતરતું જાય છે. હું તો જોકે દરેક પ્રકારની ફિલ્મ જોઉં છે. તેથી પૂછવું નહિ કે કેમ આ ફિલ્મ જોઈ?.

  1. Saving Mr. Banks: 8/10

ડીઝનીનું વધુ એક સરળ, સરસ સ્ટોરી અને અભિનય વાળું મુવી.

  1. Malena: 8/10

જય વસાવડાના ગુજરાત સમાચારમાં મહિલા દિન નિમિતે ‘મલેના’ પર લખાયેલા ફૂલ લેન્થ લેખ પરથી પ્રેરિત થઈને આ ફિલ્મ જોવામાં આવી. સરસ વાર્તા અને સરસ અભિનય. જોકે એકલા જ જોવામાં સાર છે.

  1. Baby: 7/10

ફિલ્મના જેટલા વખાણ સંભળાયા હતા તેવી ના નીકળી. હું જોકે ‘સરફરોશ’ના લેવલની ફિલ્મ જોવાની આશા રાખીને જોવા બેઠો હતો. અક્ષયકુમાર તો જાણે સુપર હીરો છે. દરેક જગ્યાએ પહોચી જાય છે અને ગુંડાઓના હાડકા ખોખરા કરી નાખે છે. નીરજ પાંડેની ‘વેડન્સ્ડે’ અને ‘સ્પેશીયલ ૨૬’ ની સાપેક્ષે ઘણી નબળી લાગી.

પુસ્તક:

ચંદ્રકાંત બક્ષીની આત્મકથા ‘બક્ષીનામા’.

સરળ અને સીધું છતાં દંભ વિનાનું લખાણ. તેમના પાલનપુરના દિવસોની (ખોડા લીમડો, નાની બાઝાર વગેરે) સાથે હું સીધો જોડાઈ શકું છું કારણકે પાલનપુર મારુ વતન છે અને ત્યાજ રહું છું. હવે બક્ષી સાહેબના બીજા પુસ્તકો વાંચવાનો ઇન્તજાર રહેશે.

ચંદ્રકાંત બક્ષીને વાંચવા માટે આ બ્લોગ સરસ છે.

http://bakshinama.blogspot.in/

Advertisements

One thought on “માર્ચ-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તક

  1. SHAILESH LIMBACHIYA April 10, 2015 / 1:13 pm

    ????

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s