જુરાસિક પરંપરા

જુરાસિક પરંપરા

તો વાત છે વર્ષ ૧૯૯૪ની. મહિનો લગભગ મેં કે જુન હશે. એક દિવસે મારા પપ્પા મને, મારા ભાઈ, બહેન તથા કઝિન ને અમદાવાદમાં નરોડામાં આવેલી ગેલેક્ષી સિનેમામાં ‘જુરાસિક પાર્ક’ જોવા લઇ ગયા. એ દિવસ માંરી જિંદગીના યાદગાર દિવસોમાંનો એક છે. એ જિંદગીનું સર્વ પ્રથમ અંગ્રેજી મુવી હતું.. એ દિવસ છે ને આજનો દિવસ છે. ફક્ત હિન્દી ફિલ્મોથી જ પરિચિત એવા મારા માટે અંગ્રેજી તથા વિશ્વની ફિલ્મોનો અને ખાસ કરીને હિન્દી ડબડ ફિલ્મોનો એ દરવાજો ખુલ્યો એ ખુલ્યો. એ દરવાજામાંથી સ્પીલબર્ગ દાદાના જુરાસિક પાર્કમાં અંદર ગયેલો હું બીજા અનેક વિશ્વોમાં ઘૂસતો જ જાઉં છું.

પહેલી વાર આટલા મોટા સ્કેલ પર બનેલી મુવી અને તે પણ સિનેમાના મોટા પરદા પર. જે થ્રિલ અનુભવી હતી… વર્ણવી શકાય તેમ નથી. શરૂઆતના દ્રશ્યોમાં હેલીકોપ્ટર જયારે ઝરણા આગળથી ઉડે છે, કે ડાયનાસોરની એન્ટ્રી તેનો રોમાંચ અત્યારે પણ યાદ છે. પેલું કારની અંદર કાચના ગ્લાસમાં ડાયનાસોરના પગના અવાજના લીધે થરથરતું પાણી અત્યારે પણ અડધો ભરેલો ગ્લાસ જોઇને યાદ આવી જાય છે.

JP1JP6JP2JP3JP5

તો મને મારા પિતા જુરાસિક પાર્ક જોવા લઇ ગયા હતા અને મેં પણ વિચાર્યું કે હું પણ અમે જાતે બનાવેલી ‘જુરાસિક પરંપરા’ ને આગળ વધારું અને મારા દીકરા આરવ તથા ભાણેજ શ્લોક ને લઈને પાલનપુરના સુર મંદિરમાં પહોચી ગયો. આમાં જોકે મારો પણ સ્વાર્થ હતો. દીકરાના બહાને મને પણ ફિલ્મ જોવા મળતી હતી.

IMG_20150624_192907 IMG_20150624_192812

નો ડાઉટ ફિલ્મ જુરાસિક પાર્ક ૧, અને ૨ (પેલો બસ ખાઈમાં ખાબકવાની હોય છે ત્યારનો સીન-૧૯૯૭માં સીટી લાઈટ-પાલનપુરમાં જોયેલું) જેટલી થ્રીલીગ નથી. મને તો જોકે જુરાસિક પાર્ક-૩ પણ ગમ્યું હતું (પેલા ઉડતા ડાયનાસોર અને પાંજરાની ભયાનકતા). કદાચ મારી ઉમરને લીધે કે વધારે પડતા ડાયનાસોર, ગોડઝીલા કે કાઈઝું જોવાઈ ગયા છે એટલે…ખબર નથી. છતાં જુરાસીક વર્લ્ડમાં પણ મજા તો આવે જ છે. એમાં પણ જયારે પેલું પાણી વાળું ડાયનાસોર લટકાવેલી માછલીને ખાવા માટે પાણીમાંથી કુદકો મારે છે તે દ્રશ્ય લાજવાબ છે. રેપ્તર્સ ની ચેસ વાળા સીન પણ સારા છે.

JP9 JP8JP7

ઓરીજીનલ જુરાસિક પાર્કનો સદર્ભ એક નોસ્તાલજીક અસર ઉભી કરે છે. ડાયનાસોરના હુમલાના ટેન્સન વચ્ચે બે ભાઈઓ વચ્ચેની તથા હીરો-હિરોઈન વચ્ચેની નાની નાની હળવી ક્ષણો પણ માણવાલાયક છે. જો ડાયનાસોર, સ્પીલબર્ગ અને જુરાસિક પાર્ક સીરીઝના ચાહક હો તો ‘જુરાસિક વર્લ્ડ’ એક વાર જોવા જેવું ખરું જ.

વધુ તો મારે મારા પહેલી વખતના વિશ્વ સિનેમા અને એક નવી દુનિયા નિહાળવાના રોમાંચની ક્ષણો મારા દીકરાની આંખો અને ચહેરાથી ફરી વાર જીવવી હતી અને તે માટે જુરાસિક વર્લ્ડ…જુરાસિક પરંપરાથી વધારે સારું ઓપ્શન શું હોઈ શકે?

Advertisements

One thought on “જુરાસિક પરંપરા

  1. નિરવ June 25, 2015 / 1:40 pm

    મને પણ એ ત્રણ ભાગ આ મુવી કરતા ચડિયાતા લાગ્યા હતા [ અરે વાહ , તમે પણ ભૂલકાઓ’ને સફર કરાવી , Life repeats itself ! ]

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s