એપ્રિલ-મે-જુન-૨૦૧૫ની ફિલ્મો & પુસ્તકો

એપ્રિલ-મે-જુન-૨૦૧૫ની ફિલ્મો & પુસ્તકો

       1. BEY YAAR (2014):8/10

‘કેવી રીતે જઈશે’ અભિષેક જૈન પર ગણી મોટી આશાઓ જગાડી હતી અને લાગે છે કે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ લાવવામાં આ માણસ સારથી બનશે. અને તેમની આ મુહિમ માં ‘બે યાર’ એ મંઝીલ તરફનો બીજો માઈલ સ્ટોન છે. જો આવી ફિલ્મો નો દોર ચાલુ રહ્યો તો અભિષેક જૈનનું નામ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. બે યાર એક સરસ ફિલ્મ છે. અને અત્યારની ઘણી બીગ બજેટ હિન્દી અને અંગ્રેજી ફિલ્મો કરતા લાખ દરજ્જે સારી છે. લીડ એકટર એક જ હોવાના કારણે શરૂઆતમાં ફિલ્મ કેવી રીતે જઈશ જેવી લાગે છે અહી ‘ટીનીયા’ નું કેરેક્ટર ઉમેરવાનું હતું બાકીનું બેક્- ગ્રાઉન્ડ તો સરખું જ લાગે છે. જોકે ફિલ્મ શરુ થયાના થોડા સમય પછી આ વાત ક્યાય વચ્ચે આવતી નથી. બે મિત્રો વચ્ચેની કેમિસ્ટ્રી ફિલ્મની વાર્તાને અલગ સ્તર પર લઇ જાય છે. લાભુમાં વાળો ટ્રેક સારો છે. જોકે પેલો ફ્રેંચ એજન્ટને અંગ્રેજી મિક્ષ ગુજરાતીમાં સમજાવવાનો સીન જરાક વધારે પડતો ડ્રામેટિક લાગ્યો. એકંદરે મસ્ટ વોચ ગુજરાતી ફિલ્મ.

 1. SHREK (2001) : 8/10

ટ્વીસ્ટ વાળી ફેન્ટસી. ગધેડાનું કેરેક્ટર ફિલ્મની જાન છે. સરસ એનીમેશન.

 1. CLOUDY WITH A CHANCE OF MEAT BALLS (2009): 6/10

શરૂઆતમાં સારી લગતી વાર્તા પાછળથી ખેંચાઈ જાય છે. અંત તરફ પહોચતા સુધી માં તો ફિલ્મ હાંફી જાય છે. એનીમેશન સારું છે.

 1. RAHASYA (2015) : 7/10

અંત સુધી કે. કે. તથા આશિષ વિદ્યાર્થીના અભિનય ના કારણે જોવાલાયક બની છે. થોડી થોડી વારે આવતા વળાંકો વાર્તાને અસરકારક બનાવે છે. સસ્પેન્સ જોકે થોડું અનકન્વીન્સીંગ લાગ્યું.

 1. IP MAN (2008) : 8/10

લીડ એકટરની સરળતા તથા એનો કુન્ગફું પરનો કાબુ ફિલ્મનો પાયો છે વાર્તા સરળ છે. પણ સરળ વાર્તાની સરળ માવજત ફિલ્મને વધુ અસરદાર બનાવે છે.

 1. GROWN UPS 2 (2013) : 6/10

ભાગ-૧ માં પણ ખાસ કઈ દમ નહોતો. આ ભાગ પણ ખાસ નથી. ટાઈમ પાસ માટે ચાલે.

 1. JURASSIC WORLD (2015) : 7/10

જુરાસિક પાર્કના ચાહકોએ જોવા જેવું ખરું. વાર્તા તો જૂની અને જાણીતી જ છે. પહેલા ૩ ભાગ જેટલી થ્રીલિંગ નથી પણ મજા આવે એવી ખરી.

 1. MAD MAX (1979) : 6/10

ખુબ વખણાયેલી ફિલ્મ જોકે મને તો કઈ ખાસ ના લાગી. કદાચ ૧૯૭૯ ના સમય દરમ્યાન ફિલ્મ કઈક અલગ હશે. મેલ ગીબ્સનતો આ ફિલ્મમાં એક્ટિંગ શીખતો હોય તેવુ લાગ્યું.

 1. WADJDA (2012) (SAUDI ARABIA) : 7/10

દુનિયા એક હિસ્સામાં જે વસ્તુ એકદમ સામાન્ય છે (છોકરીઓએ સાઈકાલ ચલાવવી) તે બીજા કોઈ હિસ્સામાં અસામાન્ય અને સ્વપ્ન સમાન છે. સાઉદી અરેબિયાના દેશોમાં સ્ત્રીઓની સ્થિતિનો ચિતાર આપતી આ ફિલ્મની માવજત સરળ પણ અસરકારક છે. જોકે ક્યાંક ક્યાંક વધુ પડતી ધીમી ગતિ કંટાળો આપે છે.

 1. PIZZA (2014) : 8/10

શરૂઆતમાં સામાન્ય હોરર ફિલ્મ જેવી લાગતી ફિલ્મ ધીમે ધીમે ભૂતની જેમ દર્શકને જકડી લે છે. અંત તો ગજબ નો છે.

 1. BLACK SHEEP (2006) : 6/10

 આ પણ બહુ જ વખણાયેલી ફિલ્મ છે. જોકે મને કઈ ખાસ ના લાગી. ન્યુઝીલેન્ડની ફિલ્મ હોવાથી સ્પેશીયલ ઈફેક્ટસ એકદમ ઢંગધડા વગરની છે. સ્ટોરીમાં પણ ખાસ દમ નથી.

 1. DUM LAGAA KE HAISHA (2015) : 9/10

સરળ, સરસ વાર્તા, અદભુત અભિનય, હરિદ્વારને કેપ્ચર કરતી મનોરમ્ય ફોટોગ્રાફી અને એવીજ સરળ, સરસ માવજત ફિલ્મને એક જોવા તથા માણવાલાયક ફિલ્મ બનાવે છે. આપણી આજુબાજુના જ લાગતા કેરેક્ટર્સ અને મોટા મોટા ટેન્શન વચ્ચે આવતી નાની નાની રમુજી ક્ષણો (પ્રેમનો મિત્ર જયારે પ્રતિયોગીતા માટે પ્રેમના પિતાને કહે છે, પ્રેમના પિતા જયારે પ્રેમને ચપ્પલથી ફટકારે છે, પ્રેમની ધાબા પરની ધમાલ… વગેરે વગેરે) ફિલ્મને છેક સુધી જીવંત બનાવે છે. કુમાર શાનું તથા ૧૯૯૫ના ટેપ અને કેસેટનો સંદર્ભ એક અલગ જ નોસ્તાલજીક અસર ઉભી કરે છે. મસ્ટ વોચ.

 1. FILMISTAAN (2014) : 8.5/10

બીજી એક સરસ અને અનોખી વાર્તા, સરળ ડાયરેકશન, અદભુત અભિનય. બંને લીડ કલાકારોએ તો કમાલ કરી નાખી છે. બોલીવુડને અપાયેલી એક સાચી અંજલી. ખરેખર મજા આવી.

પુસ્તકો:

1. જગ્ગા ડાકુના વેરના વળામણા ભાગ ૧,૨,૩ – હરકિશન મેહતા

હરકિસન મેહતાની કલમનો જાદુ જ એવો છેકે એકવાર શરુ કરેલી તેમની વાર્તા તમારી ઈચ્છા હોય તો પણ તમે અડધી મૂકી ન શકો. સાચી ઘટના અને માણસો પરથી પ્રેરિત એક રસપ્રદ નવલકથા લખવા માટે હરકિસન મેહતા જેવી મન્જાયેલી કલમ જોઈએ. હરકિસન મેહતાની કલમે લખાયેલી આવી જ બીજી એક નવલકથા ‘આમીર અલી ઠગની પીળા રૂમાલની ગાંઠ’ પણ અદભુત છે.

2. સાહસ ટોળી નિર્જન ટાપુમાં – (Deux ans de vacances (French)-A long vacation in desert island OR Two years’ vacation (English))જુલે વર્ને –અનુવાદ: જયંત શાહ

મારા ફેવરીટ લેખકોમાંના એક દ્વારા લખાયેલી એમની બીજી કથાઓ જેવી જ રોચક અને રસપ્રદ. જુલે વર્ને ને વાંચ્યા વિના બાળપણ  કેમ પૂરું થતું હશે?

3. રહસ્યમયી (She – Henry Rider Haggard) – અનુવાદ – નવનીત મદ્રાસી

ધ મમી, ઈન્ડીયાના જોન્સ જેવી ફિલ્મોની યાદ અપાવતી એક રસપ્રદ અને ક્લાસિક વાર્તા. અત્યારની ઘણી ફિલ્મો તથા વાર્તાઓનો પાયો રાખનાર આ વાર્તા આજે ક્લાસિક ગણાય છે.

4. જય હો- જય વસાવડા

૧૯૯૯થી જય વસાવડાને વાંચું છું તેથી મોટા ભાગના લેખો ફરી વાર વંચાયા છે. મોટીવેશન થીમ પર બનેલું આ પુસ્તક વાંચવા જેવું ખરું.

Advertisements

4 thoughts on “એપ્રિલ-મે-જુન-૨૦૧૫ની ફિલ્મો & પુસ્તકો

 1. નિરવ July 1, 2015 / 1:40 pm

  ‘ વાજદા ‘ જેવી વર્લ્ડ સિનેમા’ની ફિલ્મો મહદઅંશે ધીમી જ રહેવાની , શૈલેશભાઈ . કેમકે મહદઅંશે તેમાં વાસ્તવિકતા’ની ધીમું પણ નકકર દળતી ઘંટી’નું પ્રતિબિંબ હોવાનું .

  હરકિશન મહેતા’નાં પુસ્તકો વાંચવાની ઈચ્છા ખરી , પણ સમય અને સંજોગો’નો સાથ નથી મળી રહ્યો !

  Like

  • Shailesh Limbachiya July 3, 2015 / 1:20 pm

   નીરવભાઈ, જો અશ્વિની ભટ્ટ ગમતા હશે તો હરકિશન મેહતા પણ ગમશે. જોકે હરકિસન મેહતા ની નવલ કથાઓ અશ્વિની ભટ્ટ કરતા થોડી જુદી પડે છે. અશ્વિની ભટ્ટ કોઈ એક જગ્યા કે કેરેક્ટરને પકડીને તેને વર્ણન દ્વારા બહલાવે છે. જયારે હરકિસન મેહતાની નવલકથાઓ ફૂલ સ્પીડ થી આગળ વધતી હોય છે. જરૂર પૂરતા વર્ણન દ્વારા તેઓ કામ ચલાવી લે છે. ઉપરા ઉપરી બનતા પ્રસંગો અને રીઅલ લાઈફ ઘટનાઓ કે વ્યક્તિઓ પરથી પ્રેરિત નવલકથાઓ જેવીકે જગ્ગા ડાકુ, અમીર અલી ઠગ, ભેદ ભરમ, સંભવ અસંભવ, જેવી નવલકથાઓ વાંચવા જેવી ખરી…હમણાં જેનું મૃત્યુ થયું તે ‘અરુણા શાનબાગ’ના કિસ્સાથી પ્રેરિત એક નવલકથા પણ હરકિસનભાઈએ લખેલી છે. અત્યારે નામ યાદ આવતું નથી…કદાચ ‘જડ ચેતન’.

   જોકે મને તો બંને ગમે છે.

   Like

   • નિરવ July 3, 2015 / 4:42 pm

    મૂળે , હું નવલકથા’નો માણસ નહિ ! પણ એ તરફ ધીમું અને મકકમ પ્રયાણ કરવામાં આવી રહ્યું છે [ અને તેને કારણે જ પાંચેક ક્લાસિક ગુજરાતી નવલકથા હાલ તો ખરીદાઈ છે ] અને માટે જ નજીકના સમયમાં હરકિશન મહેતા’ને વાંચવાનું પણ ચોક્કસ થશે .

    Like

 2. Shailesh Limbachiya July 3, 2015 / 12:52 pm

  હા…વજદા જેવી ફિલ્મો -ધીમી બળે વધુ લહેજત મળે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s