જુલાઈ-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તકો

જુલાઈ-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તકો

તો આ મહિનો X-MEN નો રહ્યો. આ મહિનામાં આ X-MEN સિરીઝની ૩ ફિલ્મો જોઈ નાંખવામાં આવી. ત્રણેયમાં મજા આવી.

 1. X-MEN:FIRST CLASS (2011): 7/10

X-MEN ના બે મુખ્ય કિરદાર પ્રોફ. ઝેવિયર અને મેગ્નીટોની દોસ્તી અને દુશ્મની કેવી રીતે થઇ તેની વાત કહેતી સરસ ફિલ્મ છે. ઘરડા મેગ્નીટો કરતા જવાન મેગ્નીટો વધારે અસરકારક લાગે છે.

 2. NH 10 (2015): 8/10

નિર્માતા તરીકે પ્રથમ ફિલ્મમાં એક અલગ વાર્તા કહેવાનો અનુષ્કા શર્માનો જુગાર ફળ્યો છે. ડીરેક્ટર નવદીપ સિંહે ‘મનોરમા સિક્સ ફીટ અંડર’ જેટલી જ મજા આ ફિલ્મમાં પણ કરાવી છે. અહી ફિલ્મની ગતિ થોડી વધારે છે. જોકે ‘મનોરમા સિક્સ ફીટ અંડર’ની ધીમી ગતિની વાર જ કઈ ઓર હતી. અનુષ્કા શર્મા પૂરી ફિલ્મમાં છવાઈ જાય છે.

 3. POMPEII (2014) : 7/10

ઘણી વાર વાર્તા કે અભિનયને નજર અંદાઝ કરીને ફિલ્મ જોવાની પણ મજા છે. ‘પોમ્પાઈ’ આવી જ એક સિમ્પલ વાર્તા કહેતી ટીપીકલ ટાઈમ પાસ હોલીવુડ ફિલ્મ છે. અહી ઉચ્ચ કક્ષાના અભિનયની આશા રાખવી નકામી છે.

 1. X-MEN: THE LAST STAND (2006) : 7/10

‘જીન ગ્રે’ ના કેરેક્ટરની વાત કહેતી X-MEN સિરીઝની આ ફિલ્મ પણ ફર્સ્ટ ક્લાસ જેટલી જ મજા કરાવે છે.

 5. X-MEN: DAYS OF FUTURE PAST (2014) 8/10

ભવિષ્યમાં બનનારી ઘટનાઓને રોકવા ભૂતકાળની ઘટનાઓને બદલવા માટે ભૂતકાળમાં કુદકો. વાહ શું કોન્સેપ્ટ અને શું ફિલ્મ છે. હ્યુજ જેકમેન તો જાણે ધડબડાટી બોલાવવા માટે જ જન્મ્યો છે. બાકી રહેલી કસર બાકીના X-મેનો પૂરી કરે છે. જવાન ડો. ઝેવીઅર અને મેગ્નીટોની કેમીસ્ટ્રી મજા કરાવે છે.

   Hunterrr_film   I_film_poster pompeii_6__140220211714IDENTITYDespicable_Me_PosterNH10_PosterX-Men-Days-of-Future-Past-Wallpaper

 1. DESPICABLE ME (2010) – 6/10

ચંદ્રની ચોરી વાળો કઈક અલગ કોન્સેપ્ટ પણ ઢીલી વાર્તા વાળી ફિલ્મ. એનીમેશન સારું છે.

 7. HUNTERR (2015)-7/10

અલગ સ્ટોરી. આપણી આજુ બાજુ આવા ઘણા શિકારીઓ જોવા મળે છે. અંત જરાક નાટકીય લાગ્યો. જોકે છેલ્લે સુધી મજા આવે છે. ગુલશન દેવૈય્યાહનું કામ ઘણું સારું છે. પેલો શોભા આંટી વાળો ટ્રેક ઘણો રમુજી છે.

 1. I (2015) – 7/10

મારા ફેવરીટ ડીરેક્ટર શંકરની ફિલ્મને ૭/૧૦ આપતા મન ઘણું દુભાય છે પણ શંકરની ટેલેન્ટ જ કદાચ આ ફિલ્મની મોટી દુશ્મન હશે. ફિલ્મની લંબાઈ કઠે છે. ઉપરાંત વચ્ચે વચ્ચે આવતા લાંબા લાંબા બિન જરૂરી ગીતો પણ ફિલ્મની લંબાઈમાં વધારો કરે છે. એક માણસ અને મલ્ટીપલ વ્યક્તિત્વ વાળી શંકરની ફેવરીટ થીમ અહી કઈક અંશે મોળી પડે છે. સામાન્ય રીતે શંકરનો નાયક સીસ્ટમ સામે અવાજ ઉઠાવતો હોય છે જયારે અહી પોતાના પ્રેમ માટે બદલો લે છે. ચાઈના વળી ફાઈટ સિક્વન્સ સરસ છે પણ સવાલ એ થાય છે કે શું એ જરૂરી હતી? ફાઈનલ સસ્પેન્સનો વળાંક તો ઈન્ટરવલ પહેલાથી કળી શકાય તેમ છે. એમી જેક્શન એક્ટિંગમાં વિક્રમની સામેં ઘણી કાચી પડે છે.

જોકે ફિલ્મ કઈ એટલીય ખરાબ નથી. શંકર પાસે કઈક એવું છે જે ફિલ્મને સાવ ફાલતું થવા દેતી નથી. ફિલ્મમા માણી શકાય તેવું ઘણું બધું શંકર બ્રાન્ડ મનોરંજન પણ છે. રોબોટ-૨ ની બે જ સીન વળી કોમેડી સારી છે. વિક્રમની ધાંસુ એક્ટિંગ, સ્પેસીઅલ ઈફેક્ટસના કારણે ફિલ્મ જોવાલાયક બની છે. વુંલ્ફ્મેન વાળા ગીતનું સંગીત અને ફિલ્માંકન અદભૂત છે. ટૂંકમાં, નાની મોટી ખામીઓને બાદ કરતા ફિલ્મ એક વાર તો જોવા જેવી છે જ.

 1. IDENTITY (2003) – 7/10

શરૂથી અંત સુધી જકડી રાખે તેવી ફિલ્મ છે. જોકે સસ્પેન્સ સમજતા મગજની કડી થઇ જાય તેમ છે. આ ફિલ્મ ઉપરથી દીપક તિજોરીએ ‘ખામોશ-ખોફ કી રાત’ નામની બેઠી નકલ બનાવેલી. જોકે મને ત્યારે એ ફિલ્મ ગમેલી.

 પુસ્તક:

Michel StrogoffJules Verne- મિખાઈલ સ્ટર્ગોવ: ગુજરાતી અનુવાદ: દોલતભાઈ નાયક

જયારે જયારે લાઈબ્રેરીમાં જાઉં છુ ત્યારે ખબર નહિ કેમ પગ Jules Verne ના વિભાગ તરફ જતા રહે છે. Jules Verne ની બીજી કૃતિઓ જેટલી ‘મિખાઈલ સ્ટર્ગોવ’ પ્રખ્યાત નથી. રશિયાના ભૌગોલિક બેક ગ્રાઉન્ડમાં લખાયેલી મિખાઈલ સ્ટર્ગોવ નામના સંદેશા વાહકની એક છેડાથી બીજા છેડા સુધીની અદભુત અને સાહસી સફરની કથા કહેતી આ વાર્તામાં જોકે Jules Verne ની બીજી વાર્તાઓની જેમ કોઈ વૈજ્ઞાનિક સાધનો કે સિદ્ધાતો નથી પણ કથા બીજા બધા પુસ્તકોની જેમ જ રોમાંચક છે. એક સરસ થ્રીલર અને એડવેન્ચરસ ફિલ્મ બને તેવો બધો મસાલો આ પુસ્તકમાં છે. વાંચી ન હોય તો વાંચી નાખવી.

Advertisements

One thought on “જુલાઈ-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તકો

 1. નિરવ August 5, 2015 / 4:48 pm

  મિખાઈલ સ્ટ્રગોવ વાંચેલી છે , જાણેકે રશિયામાં જ વિહરતા હોઈએ એવું લાગે છે ! સુંદર વર્ણન , ઝીણવટ સાથે [ જોકે , નાયકના અંધાપા’ની આસપાસ આખરે થોડીક નાટ્યાત્મકતા વણાઈ હતી ! ]

  વર્ન’નાં એકંદરે 90% પુસ્તકો પાસે છે અને બાકીના પર તરાપ મારવામાં થોડો જ સમય લાગશે 😉

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s