સપ્ટેમ્બર-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તક

સપ્ટેમ્બર-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તક

  1. HOOK (1991) : 7/10

ફિલ્મ જોતા પહેલા ‘પીટર પેન ‘ પુસ્તક વાંચેલ હોવાથી ફિલ્મ જોવાની વધારે મજા આવી. ખાસ તો રોબીન વિલિયમ્સ તથા સ્ટીવન સ્પીલબર્ગ જોડાયેલ હોવાને લીધે જોવાનું આકર્ષણ હતું. વાર્તા થોડીક ઢીલી લાગી પણ મજા આવી.

  1. MAD MAX:FURY ROAD (2015): 8.5/10

‘જીદગી જીવવાનો સંઘર્ષ ‘ એટલે મેડ M મેક્સ: ફ્યુરી રોડ. એકદમ પાતળી સ્ટોરી લાઈન પર બનેલી આ ફિલ્મ અદભૂત વિઝ્યુઅલ મિજબાની અને એક્શનનો ઉત્સવ છે. અહી મેડમેક્સનું પાત્ર તો છે પણ તેનાથી પણ ચડિયાતું ચાર્લીઝ થેરોનના અદ્ભુત અભિનય વાળું બીજું પાત્ર પણ છે. ચાર્લીઝ થેરોન બહુ બોલ્યા વગર આંખો દ્વારા ઘણું બધું કહી જાય છે. સપનામાં પણ વિચારી ન શકાય તેવા એક્શન સીન અહી ફીલ્માંવાલાયેલા છે. ફાસ્ટ & ફૂરીયસ તો નાના આગળ બચ્ચું લાગે. જોવા જેવી જ.

  1. AANKHO DEKHI (2013) : 8.5/10

‘આંખે દેખેલું કે અનુભવેલું જ જીવનમાં ઉતારવું’ એવી પ્રતિજ્ઞા લઇ બેઠેલા એક મધ્યમ વર્ગના આદમી તથા તેની સાથે જોડાયેલા લોકોની વાત કહેતી અદભૂત ફિલ્મ. છેલ્લા થોડા સમયથી નાના બજેટની સરસ ફિલ્મોનો જે દોર ચાલ્યો છે તેમાંની એક ફિલ્મ. રજત કપૂરે ડીરેક્ટ કરેલી ‘મિથ્યા’ પણ સરસ ફિલ્મ છે.

  1. DON JON (2013) : 6/10

શરૂઆત સરસ પણ આગળ જતા વાર્તા કન્ફ્યુંસિંગ બની જાય છે. અંત પણ કઈ ખાસ નથી લાગતો.

HOOKMAD MAX

AANKHON DEKHIDON JON

DEKH TAMASHA DEKHEDGE OF TOMORROW

detectivebyomkeshbakshy3bahubali

city of ember

5.       DEKH TAMASHA DEKH (2014) : 7/10

નાના શહેરમાં રમાતું રાજકારણ, તેના લીધે વકરતો કોમવાદ અને તેમાં પીસાતી સામાન્ય જનતા. વાર્તા નો કોન્સેપ્ટ સારો છે પણ ફિલ્મ અમુક જગ્યાએ ઢીલી પડે છે. જોકે ફિલ્મ જોવા જેવી તો છે જ.

6.       EDGE OF TOMORROW (2014) : 7/10

‘સોર્સ કોડ’ ફિલ્મ જેવો કોન્સેપ્ટ ધરાવતી આ ફિલ્મ કદાચ વધારે બેહતર બની શકી હોત. એલિયનનો દેખાવ અહી અલગ છે. જે ફિલ્મને થોડીક અલગ પડે છે. બાકી ટાઈમ પાસ તો ખરી.

7. DETECTIVE BYOMKESH BAKSHY (2015) : 8.5/10

મારા નાનપણના પ્રિય પાત્ર ‘ડિટેકટીવ બ્યોમકેશ બક્ષી’ ની ધીમી ધારે વહેતી ફિલ્મ. દીબંકર બેનર્જી પાસેથી જે ઉંચી આશાઓ હતી તે તેમણે પૂરી કરી છે. સુશાંત સિંહ રાજપૂત બક્ષી અને તેના મિત્રના પાત્રમાં આનંદ તિવારી જામી જાય છે. જોકે ફિલ્મનો વિલન મેદાન મારી જાય છે. ક્લાઇમેક્ષમાં તેની ડાયલોગબાઝી, તેના હાવભાવ અને ઘેઘૂર અવાજ..વાહ… અલાતારીન કક્ષાનું પ્રોડક્શન ડીઝાઇન ફિલ્મને એક અલગ જ સમયમાં લઇ જાય છે.

8. BAHUBALI (2015) : 8.5/10

લોર્ડ ઓફ ધ રિંગ્સ, ૩૦૦ કે બ્રેવ હાર્ટને આપણો જવાબ એટલે ‘બાહુબલી’. વાર્તા જોકે કઈ ખાસ નથી પણ તેની ટ્રીટમેન્ટ જબરદસ્ત છે. કલાઇમેક્ષના દ્રશ્યો સરસ રીતે ફિલ્માવેલા છે. ફિલ્મના ઘણા દ્રશ્યો હોલીવુડની ફિલ્મોથી પ્રેરિત લાગે છે પણ ડીરેક્ટર રાજમૌલીનો દેસી ટચ હોલીવુડની કોઈ ખરાબ નકલ બનતા ફિલ્મને અટકાવે છે. બંને લાંબા લાંબા રોમેન્ટિક ગીતોનું ફિલ્માંકન અદભુત છે પણ સૌથી સરસ અંતમાં આવતું ગીત અને બેક ગ્રાઉન્ડ સંગીત છે. દરેક કલાકાર પોતાના પાત્રમાં એકદમ ફીટ લાગે છે.

 9. CITY OF EMBER (2008): 5/10

એક સરસ વાર્તાને એક ખરાબ પટકથા તથા માવજત કેવી ખરાબ ફિલ્મ બનાવે છે તે ‘સીટી ઓફ એમ્બર’ સાબિત કરે છે. કોન્સેપ્ટ સારો છે પણ કોઈ થ્રીલીંગ મોમેન્ટ કે સારી એક્ટિંગ ક્યાય જોવા મળતી નથી. દોઢ કલાકની ફિલ્મ પણ બોરિંગ લાગે છે.

પુસ્તક:

THE SECRET OF THE NAGAS    by Amish Tripathi

the secre of the nagas

પહેલા ભાગ કરતા આ ભાગ જોકે વધારે રસપ્રદ લાગ્યો. આગળ હવે ‘વાયુપુત્ર’ વિશલીસ્ટમાં જ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s