ઓક્ટોબર-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તક

ઓક્ટોબર-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તક

  1. PIKU (2015): 9/10

ધીમે ધીમે ચાલતી અને દરેક ક્ષણે આનંદ આપતી ફિલ્મ. સરસ એક્ટિંગ, ડાયલોગ્સ, અને સંગીત. સુજીત સરકારે વીકી ડોનર અને મદ્રાસ કાફેમાં બતાવેલી કમાલ ફરી બતાવી છે.

2.TIMBUKTU(2014): 8/10

આફ્રિકાનું નાનકડું ગામ અને ગામમાં ધાર્મિક કટ્ટરતા વચ્ચે જીવતા લોકોની વાર્તા. સરસ દિગ્દર્શન, લોકેશન, અને અભિનય.

3. BAJRANGI BHAIJAAN (2015) : 7.5/10

સરસ કોન્સેપ્ટ લઈને બનાવેલી ફિલ્મ આગળ જતા થોડી ખેંચાઈ જતી હોય તેમ લાગે છે. સલમાન ખાનનું આટલું ભોળું કેરેક્ટર અનબિલીવેબલ લાગે છે. બાકી સરસ ફિલ્મ છે અને કદાચ વધારે પડતી ન ખેંચીને વધારે સરસ બનાવી શકાઈ હોત.

4.THE THING (2011) : 6/10

શરૂઆત સરસ છે પણ આગળ જતા જોઈએ એવી થ્રિલ આવતી નથી. અંત આવતા સુધીમાં તો કંટાળી જવાય છે.

  1. 13-B (2009) : 7.5/10

ટીવીમાં કોઈ આત્મા ઘુસી જાય અને પછી રચાય ભૂતાવળની કથા. દરેક કેરેક્ટર બિલીવેબલ લાગે છે. વાર્તામાં કઈ નવાપણું છે. કોન્સેપ્ટ સારો છે પણ ફિલ્મ અમુક જગ્યાએ ઢીલી પડે છે. જોકે ફિલ્મ જોવા જેવી તો છે જ.

  1. EXODUS:GODS AND KING(2014): 8/10

‘ટેન કમાન્ડમેન્ટસ’ ની તર્જ પર બનેલી ફિલ્મ તેના એક્શન સીન્સના લીધે છેલ્લે સુધી જકડી રાખે છે. જોકે ‘ટેન કમાન્ડમેન્ટસ’ જેટલું વાર્તામાં ઊંડાણ નથી.

  1. ACTION JACKSON (2014) : 5/10

છેક છેલ્લે સુધી ત્રાસ. અજય દેવગન આટલી ફાલતું ફિલ્મ કેમ કરતો હશે? વિલન, ફીમેલ વિલન,   ડાયલોગ્સ, એક્ટિંગ બધું જ બકવાસ.

  1. DRISHYAM (2015) : 9/10

આગલી એક્શન જેક્શન જોયા પછી તરત જોયેલી ‘દ્રશ્યમ એક્શન જેક્શન બદલ અજય દેવગણને માફ કરી દેવા માટે પુરતી છે. છેક છેલ્લે સુધી જકડી રાખતી વાર્તા, સરસ અભિનય, ડાયલોગ્સ, લોકેશન્સ અને દિગ્દર્શન.

  1. DISTRICT 9 (2009): 8/10

‘એલિયન’ પર બનેલી બનેલી ફિલ્મો કરતા ઘણી અલગ. શરૂઆતમાં થોડી કંટાળાજનક લાગતી ફિલ્મ ધીમે ધીમે જકડી લે છે. અંત એકદમ શોકિંગ અને સરસ છે.

10.MAMMO (1994) : 9/10

શ્યામ બેનેગલ હોય અને એક્ટિંગ, સ્ટોરી, ડાયલોગ્સ અને ડાયરેકશન જબરદસ્ત ન હોય તેવું બની જ ન શકે. ખાલીદ મોહમ્મદ દ્વારા લખાયેલી અને ફરીદા જલાલ તથા સુરેખા સિક્રીના અદભુત અભિનય વાળી સરળ પણ વિચારતા કરી મુકે તેવી  ફિલ્મ.

પુસ્તક:

THE WHITE TIGER   BY ARVIND ADIGA

ગુજરાતી અનુવાદ: ડો. પ્રશાંત ભીમાણી

બુકર પ્રાઈઝ વિજેતા આ પુસ્તક એક નિમ્ન મધ્યમ વર્ગના માનવીની સફળતા માટેનો સંઘર્ષ, તેની માનો વ્યથા અને સમાજ પ્રત્યે તેની બદલાતી જતી દ્રષ્ટિ રજુ કરે છે. વાંચવા લાયક.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s