નવેમ્બર-૨૦૧૫ ની ફિલ્મો અને પુસ્તક

નવેમ્બર-૨૦૧૫ ની ફિલ્મો અને પુસ્તક

  1. THE DICTATOR (2012) :   6 / 10

સરમુખત્યાર અને સરમુખત્યારશાહીની મજાક ઉડાવતી આ ફિલ્મ કઈક અંશે ‘યુ ડોન્ટ મેસ વિથ ઝોહન’ સાથે મળતી આવે છે. ટાઈમ પાસ.

  1. THE GUILT TRIP (2012) : 7 / 10

પુત્ર અને માતા વચ્ચેના સંબંધોમાં ઉતાર ચડાવ અને એક ટ્રીપ દરમ્યાન ધીમે ધીમે તેમની વચ્ચે ઘટતી જતી દુરી. કોન્સેપ્ટ સારો છે પણ ક્યાંક ઈમોશન્સ ખૂટે છે.

  1. HOLIDAY (2014) : 6/10

‘બેબી’ ની જેમ ઓવર કોન્ફિડન્ટ અક્ષય, ત્રાસ દાયક સોનાલી, પ્રભાવ હીન વિલન..વગેરે મળીને એક સારા કોન્સેપ્ટ ની પથારી ફેરવી નાખે છે.

  1. PREM RATAN DHAN PAAYO(2015) : 5 / 10

દિવાળી પર પરિવારને ખુશ કરવા તેમની સાથે થીયેટરમાં દેખવામાં આવેલી ફિલ્મ. વાર્તા, એક્ટિંગ, સંગીત, દિગ્દર્શન, ડાયલોગ્સ દરેક વિભાગમાં ફેલ. ૩ કલાકનું ટોટલ ટોર્ચર. જોકે ઘરે આવીને વાર્તામાં લોજીક શોધવા જતા અમે પેટ પકડીને હસ્યા.

  1. THE EMERALD FOREST (1985) : 7/10

એમેઝોનના જંગલોને ઘરે બેઠા જોવા માટે આ ફિલ્મ જોવા જેવી ખરી. વાર્તામાં કઈ ખાસ નથી. પણ સુંદર લોકેશન્સ અને આદિવાસીઓના જીવનને સ્પર્શતી ફિલ્મ છે અને એક વાર તો જોવાય તેવી છે.

  1. RASHOMON (1950) : 8 /10

દુનિયાની સર્વોત્તમ ફિલ્મોમાં સ્થાન પામતી આ જાપાની ફિલ્મ એક જ ઘટનાને જુદી જુદી વ્યક્તિઓ પોતપોતાની રીતે કઈ રીતે મુલવે છે તેવો અલગ જ કોન્સેપ્ટ વાળી વાર્તા કહે છે. ૧૯૫૦ના સમયમાં આ એકદમ અલગ કોન્સેપ્ટ વાળી ફિલ્મે ‘અકીરા કુરોસાવા’ને જગતભરમાં વિખ્યાત કરી દીધા હતા. કઈક અલગ જોવા માંગતા લોકોને ગમે તેવી ખરી.

7. MISSION IMPOSSIBLE: ROGUE NATION (2015) : 7.5 / 10

ફરી એક વાર એથન હન્ટ અને તેની ટીમ દ્વારા અમેરિકા અને વિશ્વને બચાવવાનું મિશન. વાર્તા સિમ્પલ છે પણ એક્શન સરસ છે. રેબેકા ફર્ગ્યુસનનું કેરેક્ટર અને એક્ટિંગ સરસ છે. સિમોન પેગ તેના વન લાઈનર દ્વારા મજા કરાવે છે. ટોમ ક્રુઝ તો હમેશની જેમ રિફ્રેશિંગ અને જલસો પાડી ડે છે. જોરદાર ફિલ્મ નથી પણ મજા આવે તેવી છે.

8. RANG RASIYA (2014) : 7.5 / 10

ભારતના પ્રખ્યાત ચિત્રકાર ‘રાજા રવિવર્મા’ ના જીવનમાં કલ્પનાના રંગો પૂરીને બનાવવામાં આવેલી કેતન મેહતાની આ ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઉંચી છે. ગીત સંગીત, અભિનય, દિગ્દર્શન પણ સારા છે. એક વાર તો જોઈ જ શકાય.


  • પુસ્તક:

IN SEARCH OF CAST AWAYS        BY JULES VERNE

ગુજરાતી અનુવાદ- ખોવાયેલાની ખોજમાં – દોલતભાઈ નાયક

khovayela_ni_khoj_ma_gujarati_book_by_jule_varn

ફરી એકવાર જુલ્સ વરનની સંગાથે અમેરિકા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડની સફરે. રોમાંચક, દળદાર અને એક વાર શરુ કર્યા પછી મૂકી ન શકાય તેવું પુસ્તક

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s