ડીસેમ્બર-૨૦૧૫ ની ફિલ્મો અને પુસ્તક

ડીસેમ્બર-૨૦૧૫ ની ફિલ્મો અને પુસ્તક

 1. THE HUNGER GAMES (2012) 7/10

શરૂઆત કંટાળાજનક પણ પછી મજા આવે છે. જોકે મુખ્ય પાત્ર પોતાને છેક છેલ્લે સુધી કઈ રીતે બચાવી રાખે છે તેને થોડી વધારે રોમાંચક અને સારી રીતે બતાવી શકાયું હોત.

 1. TALVAR (2015)- 9 / 10

આરુષી તલવાર હત્યાકાંડ પર ત્રણ ટીમના INVESTIGESTIONS અને પછી આવતા જુદા જુદા તારણો પર ‘રોશોમોન’ સ્ટાઈલમાં બનેલી આલાતરીન ફિલ્મ. દરેક પાત્ર વાર્તા માટે જરૂરી અને દરેકનો અદભુત અભિનય. મેઘના ગુલઝારના દિગ્દર્શન અને વિશાલ ભારદ્વાજના લેખનની કમાલ વાળી છેક અંત સુધી જકડી રાખતી મસ્ટ વોચ ફિલ્મ.

 1. DARKNESS FALLS (2003) – 6/10

શરૂઆત સારી છે પણ પાછળથી કંટાળા જનક બનતી જાય છે. સી.જી.આઈ. પણ જૂની પુરાની લાગે છે.

 1. SAN ANDREAS (2015) – 7 / 10

ઘણા દિવસો પછી જોવામાં આવેલું ‘ડીઝાસ્ટર’ મુવી. ભૂકંપ અને તેને લીધે સર્જાતી પાયમાલીના દ્રશ્યો સારા તો છે પણ બીજી ઘણી ફિલ્મોમાં આગળ જોવામાં આવેલા હોવાથી નવા લાગતા નથી. વાર્તા તો પ્રેડીકટેબલ છે.

 1. MASAAN (2015) – 8.5 / 10

ફરી એક વાર નાના બજેટમાં બનેલી ફિલ્મની જબરદસ્ત વાર્તા, અભિનય, સંવાદો, ફોટોગ્રાફી, સંગીત. દરેક લેવલે અદભુત. નાનામાં નાનું પાત્ર પણ ગજબ અસર છોડી જાય છે. સંજય મિશ્રા અને રીચા ચડ્ડા જેવા મંજાયેલા કલાકારો સામે નવા કલાકારો પણ સરસ અભિનય કરી જાય છે. આંખો દેખી, દમ લગા કે હઈશા અને રાંઝના ની જેમ બનારસની દુનિયા અહીં પણ વાર્તાનો અદમ્ય ભાગ છે.

 1. IRON MAN 3 (2013) – 7.5 / 10

ધાર્યા કરતા ઘણી સારી. રોબર્ટ ડાઉની જુનિયર હમેશની જેમ અદભુત. ગાય પીયર્સ પણ વિલનના રોલમાં સારી ટક્કર આપે છે. અંત પણ સરસ અને એક્શન ગજબ.

 1. HECTOR AND THE SEARCH FOR HAPPINESS (2014) – 8 / 10

એક મનોચિકિત્સકની ખુશી અને શાંતિ માટેની ચીન, આફ્રિકા અને અમેરિકામાં શોધ. છેલ્લે સુધી જકડી રાખે છે. અંત થોડો ઉતાવળિયો અને સગવડીયો હોય તેવું લાગે છે.

 1. THE MAKING OF THE MAHATMA (1994) – 8 / 10

ગાંધીજીના આફ્રિકાના સંઘર્ષના દિવસો તથા એક સામાન્ય માણસમાંથી મહાત્મા બનવાની વાત કહેતી ફિલ્મ. અભિનય, લોકેશન્સ સરસ છે. શ્યામ બેનેગલ હમેશની જેમ વધારે પડતી ટેકનીક કે નાટકીયતા બતાવ્યા વગર સરળ રીતે વાર્તા કહી જાય છે. જોકે અમુક જગ્યાએ ફિલ્મ થોડી કંટાળાજનક લાગે છે. જોકે એક સાચી જિંદગી પરથી ફિલ્મ બનાવવામાં અન્ય ફિલ્મોની જેમ ઘડીએ ઘડીએ ડ્રામાની અપેક્ષા ન રાખી શકાય. ન જોઈ હોયતો જોઈ નાખવા જેવી.

 1. PERCY JACKSON AND THE OLYMPIANS (2010):THE LIGHTNING THIEF: 6 / 10

પુસ્તક વાંચેલું હતું અને તેમાં વાર્તા ધીમે ધીમે વિગતો સાથે આગળ વધે છે. ફિલ્મમાં પાત્રો/ઘટનાઓને પૂરતી ડેવલોપ કર્યા વગર જ અને ઘણી ઘટનાઓને તો સીધે સીધી કાપીને જ ફૂલ સ્પીડે વાર્તા આગળ વધારાઈ છે. જેને પુસ્તક ન વાંચેલું હોય તેને કદાચ ફિલ્મ જોવાની વધારે મજા આવશે.

 1. GABBAR IS BACK (2015) : 6 / 10

આ પણ કોઈ સાઉથની રીમેક છે. વાર્તામાં એટલી બધી કમજોર કડીઓ છે કે ના પૂછો વાત. ઈમોશન્સ એટલા ઉપરછલ્લા છે કે એકેય પાત્ર પ્રત્યે સહાનુભુતિ થતી નથી. (સાધુ (સુનીલ ગ્રોવર) ને તેના ઉપરી અધિકારીઓ ધમકાવતા હોય ત્યારે કે કરીના કપૂર મરી જાય છે ત્યારે) ભ્રષ્ટાચારમાં ખદબદતી સીસ્ટમને સુધારવા અક્ષય ‘ગબ્બર’ નામ જ કેમ પસંદ કર્યું તે સમજાતું નથી. શિવાજી-ધ બોસનો વિલન અહિયાં વિલન તરીકે પ્રભાવશાળી લાગતો નથી. વિલનનો તકિયા કલમ ‘I am the Brand’ અને તેનો અક્ષયનો જવાબ ‘Gabbar is bigger brand than you’ હાસ્યાસ્પદ લાગે છે. ઊંડે સુધી ઘૂસેલો ભ્રષ્ટાચાર દર્શાવવા માટે પુરતું ડીટેલિંગ નથી થયું (જે ‘શંકર’ ની ફિલ્મો શિવાજી-ધ બોસ, નાયક, હિન્દુસ્તાની વગેરેમાં ઓથેન્ટિક રીતે દર્શાવાલાયેલું છે.

જો કે ‘હેપી ન્યુ યર’ કરતા ઘણી સારી છે. અક્ષય કુમારની સ્ક્રીન પ્રેઝન્સ હમેશની જેમ ફિલ્મને બચાવી લે છે. એક મસાલા ફિલ્મ તરીકે વધારે વિચાર્યા વગર એક વાર જોઈ નાખવા જેવી ખરી.

 1. GANDHI-MY FATHER (2007) : 8 /10

ગાંધીજીના તેમના મોટા પુત્ર હરીલાલ સાથેના સંબંધો પર આધારિત એક સરસ ફિલ્મ. તટસ્થ રીતે કહેવાયેલી ફિલ્મ. અમુક દ્રશ્યો દિલને ખરેખર સ્પર્શી જાય છે. મહાત્મા ગાંધી જેવા યુગપુરુષના છોટા ગાંધી બનવા માંગતા પણ પછી હતાશ થઈને અવળા રસ્તે ચડી જતા પુત્રના પાત્રમાં મોસ્ટ અન્ડરરેટેડ અક્ષય ખન્ના અભિનયમાં બાજી મારી જાય છે. દર્શન જરીવાલા ગાંધીજી અને શેફાલી શાહ કસ્તુરબાને આત્મસાત કરવામાં સફળ રહ્યા છે. મહાત્મા બનવા માટે અને બન્યા પછી કેટલી કુરબાનીઓ અને વ્યથા ભોગવવી પડે છે તે આ ફિલ્મ જોઇને સમજી શકાય છે. મસ્ટ વોચ.

 1. KISS KISS BANG BANG (2003) : 7 / 10

એક અલગ રીતે કહેવાયેલી કરાઈ નોઈર પ્રકારની થ્રીલર. અમુક વાર ગાડી આડે પાટે જતી હોય તેમ લાગે છે પણ રોબર્ટ ડાઉની જુનિયર અને વાળ કીલ્મારની ધમાકેદાર કેમિસ્ટ્રી અને સંવાદો છેલ્લે સુધી જકડી રાખે છે.

પુસ્તક:

PERCY JACKSON AND THE OLYMPIANS: THE LIGHTNING THIEF

BY RICK RIORDAN

PERCY JACKSON

લાઈબ્રેરીમાં નવું કલેક્શન જોતા અચાનક આ પુસ્તક હાથમાં આવી ગયું. હેરી પોટર જેવું બેક ગ્રાઉન્ડ ધરાવતી વાર્તા… પ્રાચીન ગ્રીક દેવતાઓને અત્યારની દુનિયાના ‘પર્સી જેક્શન’ના જીવન સાથે જોડે છે. પુસ્તક અમુક પ્રસંગોને બાદ કરતા છેલ્લે સુધી રોમાંચક છે. પુસ્તક પરથી બનેલી ફિલ્મ પણ જોઈ નાખવામાં આવી છે. પુસ્તક જેવી મજા ના આવી.

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s