ઓક્ટોબર-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તકો

ઓક્ટોબર-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તકો:

તો સૌને નવા વર્ષના નુતન વર્ષાભીનંદન

હમણાં ઘણી ઓછી ફિલ્મો જોવાય છે આશા છે કે નવા વિક્રમ સંવત-૨૦૭૩માં સંખ્યા વધે.

 1. CHANDER PAHAR (2013)- BENGALI- 8.5 / 10

કોઈએ કદાચ આ ફિલ્મ જોઈ હશે તો તેને ફિલ્મની ગતિ ધીમી લાગી શકે છે પણ મને તો ફિલ્મની ગતિ જ ફિલ્મની તાકાત લાગી. બંગાળી ક્લાસિક નવલકથા પરથી બનેલી આ ફિલ્મ ધીમી ગતિએ લોકેશન્સ, એક્ટિંગ, વાર્તા દરેક બાબતમાં મજા કરાવે છે. અને સિનેમેટોગ્રાફી તો અદભૂત છે.

સાંભળ્યું છે કે આની સિકવલ પણ બની રહી છે. તેની ઈન્તેજાર રહેશે.

 1. X-MEN: APOCALYPSE (2016) – 7 / 10

DAYS OF FUTURE PAST  જેવી જકડી રાખે તેવી નથી પણ  કંટાળો પણ નથી આવતો. વિલનનું કેરેક્ટર હજી વધુ ડેવલોપ કરવા જેવું હતું.

પુસ્તકો:

 1. POLLYANNA – ELEANOR H. PORTER

Gujarati Translation by Nitin Bhatt

દરેક બાબતમાંથી કઈક સારું શોધીને રાજી થવાની રમત શીખવાડતી છોકરી પોલીયાનાની વાર્તા. પુસ્તક વાંચીને ખબર પડે છે કે ખરેખર આ પુસ્તક અત્યારે પણ કેમ ક્લાસિક ગણાય છે અને અત્યારે પણ કેમ પ્રસ્તુત છે. ઘણી ફિલ્મો તથા વાર્તાઓના કથાનક તથા કેરેક્ટરનું પૂર્વજ પોલીયાનાને કહી શકાય.

 1. રંગ છલકે : કિન્નર આચાર્ય

જાણીતા પત્રકાર અને લેખક કિન્નર આચાર્યના વિવિધ વિષયો પરના વિવિધ લેખોનું સંકલન છે. કિન્નરભાઈ ઓશોથી ખુબજ પ્રભાવિત છે જે આ પુસ્તકમાં ઓશો વિશેના લેખોએ જે જગ્યા રોકેલ છે તેના પરથી ખબર પડે છે. જોકે દરેક લેખ રસ પડે તેવો છે. બીજા બધા લેખો પણ સરસ છે.  જોકે ઘણી વાર વધુ પડતી માહિતી અમુક લેખોને થોડા  બોરિંગ બનાવે છે.

Advertisements

3 thoughts on “ઓક્ટોબર-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તકો

 1. નિરવ November 16, 2016 / 5:24 pm

  CHANDER PAHAR વિશલીસ્ટ’માં છે અને એક્સ’મેન’એ તો મને અતિ નિરાશ કર્યો !

  પોલીએના’નો અન્ય અનુવાદ મારી કને છે પણ હજુ વંચાયો નથી .

  Like

 2. Shailesh Limbachiya November 17, 2016 / 2:03 pm

  ચંદેર પહાર તો જય વસાવડાએ તેમના વેકેશનના વિશ લીસ્ટમાં રેકમેન્ડ કરેલી છે. પુસ્તક મળે તો વાંચવું છે.
  હિન્દી અનુવાદ મળે છે. પણ ગુજરાતી અનુવાદ વિષે ક્યાય માહિતી મળતી નથી. કદાચ અનુવાદ થયેલો જ નથી.

  પોલયેનાના ઘણા બધા અનુવાદો મળે છે. અમારી લાઈબ્રેરીમાં જ ૨-૩ પ્રકારના અનુવાદ્દો પડેલા છે.

  એક્સ-મેને મજા તો ન કરાવી પણ કંટાળો પણ નહોતો આવ્યો.

  કોમેન્ટ બદલ આભાર.

  Like

 3. નિરવ November 17, 2016 / 5:17 pm

  ચંદેર પહાર વિષે મેં પણ જય સર’ના લેખમાંથી જાણ્યું હતું !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s