માર્ચ-૨૦૧૭ની ફિલ્મો

માર્ચ-૨૦૧૭ની ફિલ્મો

  1. THIRUDA THIRUDA (1993) (TAMIL) : 7.5/10

હિન્દીમાં ડબ થઈને ‘ચોર ચોર’ તરીકે આવેલી આ ફિલ્મને મણી રત્નમ અને રામ ગોપાલ વર્મા જેવા માંધાતાઓએ લખેલી છે. મધ્ય સુધી ફિલ્મ જકડી રાખે છે પણ આગળ જતા બિનજરૂરી પ્રણય ત્રિકોણ અને લાંબા લાંબા ગીતો ફિલ્મને થોડી કંટાળાજનક બનાવે છે. જોકે અનુ અગ્રવાલ એકદમ કામણગારી લાગે છે.

  1. KAHAANI 2 : DURGA RANI SINGH (2016) (HINDI) : 7.5/10

ઈન્ટરવલ સુધી ફિલ્મ થ્રીલીંગ છે પણ સંસ્પેન્સ ખુલે છે ત્યારે સંતોષ થતો નથી. જોકે ફિલ્મોના અઠંગ રસિયાઓ તો કદાચ પહેલેથી જ અંતને કલ્પી શકે તેમ છે. ફિલ્મ સરસ છે પણ પહેલા ભાગ સાથે સરખામણી કરતા થોડી ઉણી ઉતરે છે.

  1. DOCTOR STRANGE (2016) (ENGLISH) : 7.5/10

ફિલ્મની વાર્તા જલ્દી સમજાય નહિ તેવી છે પણ એકવાર સમજણ પડ્યા પછી મજા આવે છે.

  1. ARDH SATYA (1983) (HINDI) : 9/10

સીસ્ટમ પ્રત્યે નારાજગી અને તેના લીધે પેદા થતો આક્રોશ. અદભુત અને અસરકારક ફિલ્મ છે. દિવંગત ઓમ પૂરીને શ્રધ્ધાંજલિ આપવા બીજી વાર ખાસ જોવામાં આવી.  Sadashiv Amrapurkar and Om Puri at their best.  જોકે આવી ફિલ્મ વિષે વધારે લખવાની આપણી ઓકાત નથી.

  1. CHEF (2014) (ENGLISH) : 7.5/10

સરળ વાર્તા, મજાનું દિગ્દર્શન અને આપણને ગમતો જોન ફેવર્યું. ફિલ્મમાં બનતી વિવિધ વાનગીઓ મોઢામાં પાણી લાવી દે છે.

  1. NEERJA (2016) (HINDI) : 7.5/10

નીરજા ભનોત નામની એર હોસ્ટેસે ૧૯૮૬માં તેના વિમાનના મુસાફરોની જાન બચાવેલી તે સત્ય ઘટના પરથી બનેલી ફિલ્મ. સ્ટોરી, અભિનય બધું સરસ છે. છતાં એટલી અસરકારક નથી. છેલ્લે શબાના આઝમી મેદાન મારી જાય છે.

  1. POLAM POL (2016) (GUJARATI) : 6/10

ફરી પાછી એક ગુજરાતી અર્બન મુવી. કોન્સેપ્ટ સારો છે પણ ઘણી વાર વાર્તા આડે પાટે જતી રહે છે. જોકે ઘણા બધા સીન્સમાં કોમેડીનો ચમકારો છે. ‘સપનાઓ સાચા થશે’ ગીતનું સંગીત, શબ્દો અને ફિલ્માંકન સરસ છે. જોકે બધા કરતા આપણને તો ‘માંગીલાલ’ તરીકે ‘પ્રેમ ગઢવી’એ મજા કરાવી દીધી.

Leave a comment