ફેબ્રુઆરી-૨૦૧૭ની ફિલ્મો

ફેબ્રુઆરી-૨૦૧૭ની ફિલ્મો

 1. GOOSEBUMPS (2015) : 6.5 / 10

શરૂઆત સારી છે પણ અંત સુધી જકડી રાખે તેવી વાર્તા નથી. જેક બ્લેક હમેશની જેમ મજા કરાવે છે.

 1. O KADHAL KANMANI (2015) : 8 / 10

સુંદર મુંબઈ, સરસ સંગીત અને આજના જમાનાનો મણી રત્નમ બ્રાંડ રોમાન્સ. લીડ પેર અને પ્રકાશ રાજ જામે છે. હવે આની હિન્દી રીમેક  ‘ઓકે જાનું’ જોવી પડશે. જોઈએ ‘શાદ અલી’એ કેવી નકલ કરી છે.

 1. SULTAN (2016) : 8.5 / 10

છેલ્લા થોડા વર્ષોમાં જોવાયેલી સલમાન ખાનની શ્રેષ્ઠ ફિલ્મ. કીક, જય હો જેવી ફિલ્મો કરતા બજરંગી ભાઈજાન ઘણી સારી હતી અને સુલતાન તો તેના કરતા પણ સારી. ગીત સંગીત સરસ છે. અને સ્ટોરી ઘણી બધી જગ્યાએ દિલ ને સ્પર્શી જાય છે. (સલમાન અને અનુષ્કાનો જમતી વખતનો સીન, જગ ગુમ્યા ગીત વગેરે). સલમાન ખાનના સરસ અભિનયને અનુષ્કા શર્મા પણ પૂરે પૂરો ટેકો આપે છે.  ટૂંકમાં પરફેક્ટ હિન્દી ફિલ્મ.

 1. PRIMAL FEAR (1996) : 7.5/10

હિન્દી ફિલ્મ ‘દીવાનગી’ (અજય દેવગન, અક્ષય ખન્ના, ઉર્મિલા) ની પૂર્વજ એવી આ ફિલ્મ એડવર્ડ નોર્ટન અને રીચાર્ડ ગેરેના અભિનય અને છેક છેલ્લે સુધી જકડી રાખતી વાર્તા માટે જોવા જેવી છે. ‘પ્રાઈમલ ફીયર ‘ એક ચોક્કસ પોઈન્ટ પર પૂરી થાય છે જયારે ‘દીવાનગી’માં ઈન્ટરવલ સુધી મજા આવી હતી પણ પછી ફિલ્મ બહુ ખેચવામાં આવી હતી.

 1. SUPER STAR (2017) : 4/10

આ નવી અર્બન ગુજરાતી ફિલ્મનું પ્રોડક્શન સરસ છે પણ સ્ટોરી ઘણી બધી જગ્યા એ ડચકા ખાય છે.

 1. ARRIVAL (2016) : 7.5/10

ધીમી ધીમી ચાલતી અને એલિયન્સના ધરતી પર આગમનનું કઈક અલગ જ કારણ કહેતી ફિલ્મ. અહી બીજી એલિયન ફિલ્મોની જેમ ધમાચકડી અને એક્શન નથી પણ સુરેખ સ્ટોરી અને અદભુત અભિનય છે.

 1. AE DIL HAI MUSHKIL (2016) : 7.5/10

ઘણાને આ ફિલ્મ ગમી નથી પણ મને તો સારી લાગી. જો કે પ્રેમ અને દોસ્તીના આ ફિલ્મમા બતાવેલા ફંડા સમજવા અઘરા છે. અનુષ્કા શર્મા અને રણબીર કપૂરનો અભિનય કાબિલે તારીફ છે. EISHVARY ઐશ્વર્યા રાય આવા ફાલતું રોલમાં કેમ આવતી હશે? સંગીત સરસ છે.

 1. MISS PEREGRIN’S HOME FOR PECULIAR CHILDREN (2016) : 7/10

શરૂઆત સરસ છે પણ અંત સુધી રસ જળવાઈ રહેતો નથી. ટીમ બર્ટનની અન્ય ફિલ્મોની જેમ અહી ફિલ્મનો ટોન ડાર્ક નથી.

 1. NON-STOP (2014) : 7/10

મધ્ય સુધી સરસ પણ સસ્પેન્સ જોઈએ તેવું કન્વીન્સીંગ નથી. જોકે આપણે તો ‘લીયામ નીસન’ માટે જ ફિલ્મ જોઈ.

Advertisements

જાન્યુઆરી -૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

જાન્યુઆરી -૨૦૧૬ની  ફિલ્મો અને પુસ્તક

 1. EVERLY (2014) : 5 /10

કિલ બીલ જેવી વાર્તા ધરાવતી આ ફિલ્મ ઘણી નબળી છે. એક્શન પણ કઈ ખાસ નથી અને એકેય કેરેક્ટર સાથે જોડાણ સંધાતું નથી. મતલબ કે દરેક અંગ્રેજી ફિલ્મ સારી હોતી નથી.

 1. MYSTIC RIVER (2003) : 8 /10

બાળપણમાં થયેલ એક ખરાબ અનુભવના લીધે ત્રણ મિત્રોની આગળની જીંદગીમાં શું ફર્ક આવે છે અને જેનો અંત શું આવે છે તેની ગજબની વાર્તા કહેતી ક્લીન્ટ ઇસ્ટવુડ દ્વારા દિગ્દર્શિત કરાયેલી સરસ ફિલ્મ. સરસ અભિનય અને અંત સુધી જકડી રાખતી વાર્તા. જોકે રહસ્યમયી નદી તો છેક છેલ્લે જ જોવા મળી.

 1. JAZBAA (2015) : 7.5 / 10

સંજય ગુપ્તાની ફિલ્મો વાર્તામાં અધકચરી પણ સ્ટાઈલીશ હોય છે. મોટા ભાગે લીલા અને પીળા રંગમાં ફિલ્માવાયેલી આ ફિલ્મ ઈરફાન ખાનની હાજરી અને ડાયલોગ્સના લીધે જોવા લાયક બની છે. EISHVARYA મુંબઈને એક અલગ જ રીતે શૂટ કરવામાં આવેલું છે. ‘બંદયા’ અને ‘જાને તેરે શેહર’ ગીતો સારા છે. એઈશ્વર્યા રાય ઠીકઠાક છે. ફિલ્મની ગતિ એક ધારી છે અને જેના લીધે અંત સુધી સુધી કંટાળો નથી આવતો.

 1. DOCTOR ZHIVAGO (1965) : 9 / 10

અંગ્રેજી ક્લાસિક ફિલ્મોમાં ગણના પામતી આ ફિલ્મ ખરેખર એક માસ્ટરપીસ છે. અદભુત લોકેશન્સ, સરસ વાર્તા, અભિનય અને અબોવ ઓલ લીજેન્ડરી ડીરેક્ટર ડેવીડ લીનનું દિગ્દર્શન. ફિલ્મની ગતિ ધીમી લાગતી હોય તો તેવા દર્શકોએ પણ સ્વર્ગ સમાન લોકેશન્સ માટે ફિલ્મ જોવી જ રહી. આ ફિલ્મ યુધ્ધ દરમ્યાનના રશિયાને આપની સમક્ષ ખડું કરી દે છે અને દરેક કેરેક્ટર સાથે દર્શક જોડાઈ જાય છે. જોવા જેવી જ.

 1. MARY KOM (2014) : 7.5 / 10

પ્રિયંકા ચોપરાના સુંદર અભિનય વાળી અને ભારતનું ગૌરવ એવી એમ.સી. મેરી કોમના જીવન અને સંઘર્ષની વાત કહેતી ફિલ્મ. એક સ્ત્રીને ખાસ કરીને નાના ગામડા કે પૂર્વીય રાજ્યોની સ્ત્રીને પોતાના સપના સાકાર કરવા કેટકેટલું સહન કરવું પડે છે તે આ ફિલ્મ દ્વારા દર્શાવાયું છે. ઘણી જગ્યાએ ફિલ્મ ઢીલી પડી જતી કે વધારે પડતી ડ્રામેટિક બની જતી હોય તેવું લાગે છે. છતાં એમ.સી. મેરી કોમના સંઘર્ષને જાણવા માટે ફિલ્મ જોવી જ રહી.

 1. KYA KOOL HAI HUM 3 (2016) : 3 /10

ના કોઈ સ્ટોરી, ના અભિનય કે નાં ડાયલોગ. પહેલા બે ભાગ ક્યાં ક્લાસિક હતા કે આ ત્રીજો ભાગ બનાવ્યો? ખબર નથી પડતી. ટોટલ ટાઈમ વેસ્ટેજ. રીતેશ દેશમુખની ખોટ અહી વર્તાય છે.

 

પુસ્તક:

CHANAKYA’S CHANT 

By Ashwin Sanghi

CHANAKY'S CHANT

ચાણક્ય યુગમાં ચાણક્યે પોતાની વિચક્ષણ બુદ્ધિ, કુટિલતા  અને રાજનીતિ વડે ભારતને કઈ રીતે એક કર્યું અને ચંદ્રગુપ્તને સમ્રાટ બનાવ્યો અને તેજ મંત્ર / રાજનીતિ વડે આજના જમાનામાં એક પ્રોફેસર ભારતને એક સક્ષમ અને પ્રમાણિક મહિલા પ્રધાનમંત્રી આપે છે તેની વાર્તા. કોન્સેપ્ટ સારો છે પ્રવાહિતા પણ સારી છે પણ ઘણી વાર મુખ્ય પાત્રનો ઓવર કોન્ફીડંસ અને દરેક વખતે તેની જીત …વાર્તાને થોડી માન્યામાં ન આવે તેવી બનાવે છે.