ડીસેમ્બર-૨૦૧૬ની ફિલ્મો અને નાટક

ડીસેમ્બર-૨૦૧૬ની ફિલ્મો અને નાટક

  1. THE REVENANT (2015) : 8/10

એક બદલાની નેમ લઈને જિંદગી જીવવાનો સંઘર્ષ. અદભુત લોકેશન્સ, અને લિયોનાર્ડો દ કેપ્રીઓ, ટોમ હાર્ડી અને અન્યોનો લાજવાબ અભિનય. Alejandro González Iñárrituનો સતત બીજા ઓસ્કાર માટેની યથાર્થ માવજત. અહી પણ બર્ડમેનની જેમ લાંબા લાંબા શોટ્સ છે જે સિનેમેટોગ્રાફર Emmanuel Lubezki અને ડીરેક્ટર Alejandro ની ટ્રેડમાર્ક સ્ટાઈલ છે.

  1. THE CONJURING 2 (2016) : 7/10

વોરેન દંપતીનું ભૂતપ્રેત વાળું નવું એડવેન્ચર. અહી જોકે પેહલા ભાગની જેમ સત્ય ઘટનાનો સંદર્ભ લેવાયો છે. પ્રથમ ભાગ જેવી ડરામણી નથી પણ એકંદરે કંટાળાજનક પણ નથી.

  1. THAI JASHE! (2016) : 7/10

એક નવી અર્બન ગુજરાતી ફિલ્મ. શરૂઆત અને મધ્ય સરસ. અંત થોડો ઉતાવળે બતાવાયો હોય તેવું લાગે છે. બાકી નીરવ બારોટે દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મમાં ઘણી આશાઓ જન્માવી છે. મનોજ જોષી અને મલ્હાર ઠક્કર બંને સરસ જમાવટ કરે છે.

  1. TEEN (2016) : 8/10

છેક છેલ્લે સુધી જકડી રાખતી ધીમી ધારે વહેતી થ્રીલર. ‘કહાની’ ની જેમ અહી પણ કોલકાતા વાર્તાનું એક કેરેક્ટર બની જાય છે. નવાઝુદ્દીન સીદીકી, વિદ્યા બાલન અને દર વખતની જેમ જબરદસ્ત અમિતાભ બચ્ચન હોય પછી પૂછવાનું જ ન હોય. મસ્ટ વોચ.

  1. THE LEGEND OF TARZAN (2016) : 7/10

ટારઝનની વાર્તા જેણે અગાઉ વાંચેલી હશે તેને આ ફિલ્મમાં થ્રિલ થોડી ઓછી લાગશે. બાકી એક્શન, લોકેશન્સ અને સેમ્યુઅલ એલ. જેક્શન ફિલ્મને બચાવી લે છે.

  1. THE STONEMAN MURDERS (2009) : 7.5/10

૧૯૮૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ ખૂનોની ઘટનાઓમાંથી પ્રેરણા લઈને તેમાં કલ્પનાના રંગો  ઉમેરીને બનાવાયેલી સરસ થ્રીલર. કે કે મેનન તો હમેશા જલસો જ કરાવી દે છે.

  1. KABALI (2016) : 6/10

રજનીકાંતની સ્ટાઈલ સિવાય ખાસ કશું નથી. વાર્તામાં ભલીવાર નથી તેથી રજનીકાંતની છેલ્લી ફિલ્મો ‘શિવાજી’ અને ‘રોબોટ’ જેવી મજા અહિયાં આવતી નથી. રજનીકાંત જેવા સુપરસ્ટારને લઇને સરસ માવજત અને વાર્તા વાળી ફિલ્મ તો ‘શંકર’ જેવા કોઈક જ બનાવી શકે. બાકી કબાલીમાં તો રજનીકાંતના સ્ટારડમને વટાવવાનો પ્રયત્ન થયો હોય તેમ લાગે છે.

  1. EDDIE-THE EAGLE (2016) : 7.5/10

સત્ય ઘટના પરથી પ્રેરિત મજાની સ્પોર્ટ્સ ડ્રામા. હ્યુજ જેકમેન માટે ખાસ જોવામાં આવી.

  1. DER UNTERGANG- DOWNFALL (2004) : 8/10

એડોલ્ફ હિટલરની ઝીન્દગીના છેલ્લા ૧૦ દિવસોની કહાની રજુ કરતી ફિલ્મ. છેલ્લા દિવસોમાં હિટલરની બંકરની ઝીંદગી, સાથીદારો સાથેના તેના સંબંધો અને છેલ્લે સુધી વાસ્તવિકતા ન સ્વીકારવી વગેરે બાબતો એકદમ ઓથેન્ટિક રીતે દર્શાવવાનો પ્રયાસ થયો છે. જોકે અહી હિટલરનું માનવીય પાસું પણ અહી બતાવાયું છે. ધીમી પણ સરસ ફિલ્મ.

નાટક: આજ જાનેકી ઝીદ ના કરો

દિગ્દર્શક: સૌમ્ય જોષી

જીજ્ઞા વ્યાસ, જયેશ મોરે

aaj-jaaneki

કરીના કપૂર –સુધીર મિશ્રાની ફિલ્મ ‘ચમેલી’ જેવી કઈક અંશે વાર્તા ધરાવતું નાટક. મેં જોકે વધુ નાટકો જોયેલા નથી પણ આ નાટકનો લોકલ ટ્રેન વાળો સેટ ગમ્યો. જીજ્ઞા વ્યાસ સરસ અભિનય કરે છે પણ ક્યાંક ઓવર એક્ટિંગ આવી જાય છે. જયેશ મોરે અદભુત છે.

જોકે સૌમ્ય જોશીને સ્ટેજ પર લાઈવ બોલતા સાંભળવા એ પણ લહાવો જ છે.

Advertisements

નવેમ્બર-૨૦૧૬ ની ફિલ્મો

નવેમ્બર-૨૦૧૬ ની ફિલ્મો

આ મહિનામાં જોકે ફક્ત બે જ ફિલ્મો જોવાયેલી છે અને પુસ્તક તો એક પણ વંચાયું નથી. અશ્વિની ભટ્ટની એકાદ નવલકથા શરુ કરવાની ઇચ્છા છે.

  1. PINK (2016) : 8.5 / 10

પિંક ફિલ્મની વાર્તા જ ક્રાંતિકારી છે. સંવેદનશીલ માણસ હોય અને ફિલ્મના મેસેજને બરોબર પચાવી શકે તો એક સ્ત્રી પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલાઈ શકે છે. જે બનાવ પર આખી વાર્તા રચાઈ છે તેને ફક્ત એન્ડ ક્રેડીટમાં દર્શાવીને જે મુદ્દાને હાઈલાઈટ કરવાનો છે તેના પર જ આખી ફિલ્મ છે. હૃદયમાં ઉતરી જાય તેવા સંવાદો, વાર્તા અને અભિનય (ખાસ કરીને ને અમિતાભ બચ્ચન અને પીયુષ મિશ્રાની ટક્કર) ફિલ્મને અવિસ્મણીય બનાવે છે. ૨૦૧૬ની ઉતમ ફિલ્મોમાની એક.

pink-2016-official-hd-poster                                                                                               housefull-3-new-poster

 

 

  1. HOUSEFULL 3 (2016) : 4 / 10

હાઉસફુલ ૨ માં ખાસ ભલીવાર નહોતો અને ત્રીજા ભાગથી પણ કોઈ મોટી આશા નહોતી. અને ખરેખર ફિલ્મ તો ધાર્યા કરતા પણ ઘણી ખરાબ નીકળી. હા અક્ષય કુમાર, રીતેશ દેશમુખ અને બોમન ઈરાની કોઈક કોઈક વાર મજા કરાવી જાય છે. મ્યુઝીક ગમ્યુ.