જાન્યુઆરી-૨૦૧૭ની ફિલ્મો

જાન્યુઆરી-૨૦૧૭ની ફિલ્મો

  1. GUJJUBHAI THE GREAT (2015) : 7.5/10

આ ફિલ્મ જોતા પહેલા ‘ગુજ્જુભાઈ બન્યા દબંગ’ નાટક જોયેલું પણ જે કઈ ખાસ ન લાગેલું. પણ આ ફિલ્મે તો મજા કરાવી દીધી. પહેલાથી છેલ્લે સુધી મજા જ મજા. સિદ્ધાર્થ રાંદેરિયા તો દરેક સીનમાં છવાઈ જાય છે. જીમિત ત્રિવેદી (બકુલ બુચ) અને સ્વાતી શાહ (પ્રમિલા) તથા અન્ય કેરેક્ટર્સ ની સાથે સાથે ડાયલોગ પણ મજેદાર છે. મસ્ત ગુજરાતી ફિલ્મ.

  1. DHARM (2007) : 7.5/10

ધર્મનો સાચો અર્થ શું તેના વિષે કઈક વાત કહેતી ફિલ્મ. પંકજ કપૂર તેની બોડી લેન્વેજ અને અભિનય દ્વારા પૂરી ફિલ્મમાં છવાઈ જાય છે. સરસ વાર્તા, સંવાદ, બેક ગ્રાઉન્ડ મ્યુઝીક અને દિગ્દર્શન. જો કે અંત થોડો ઉતાવળે આવી જાય છે. બાકી સરસ ફિલ્મ.

  1. GREAT GRAND MASTI (2016) : 3/10

કાઈ કહેવા જેવું નથી. મસ્તી ઠીક, ગ્રાન્ડ મસ્તી ભંગાર અને ગ્રેટ ગ્રાંડ મસ્તી તો સાવ ભંગાર. તો પણ મેં જોઈ બોલો!.  સર્વ ધર્મ સમભાવની જેમ સર્વ ચિત્ર સમભાવ!   મતલબ ફિલ્મો જોવામાં કોઈ પૂર્વગ્રહ રાખવો નહિ.

Advertisements