એપ્રિલ-૨૦૧૭ની ફિલ્મો

એપ્રિલ-૨૦૧૭ની ફિલ્મો

તો આ મહીને કાઈ ખાસ ફિલ્મો જોવામાં આવી નથી. છતાં એક નજર..

 1. FANTASTIC BEASTS AND WHERE TO FIND THEM (2016) (ENGLISH) : 7 /10

હેરી પોટર મારી ફેવરીટ સીરીઝમાની એક છે. ફેન્ટાસ્ટીક બીસ્ટને જોકે હેરી પોટર સાથે તેના પ્રીમાઈસ સિવાય કઈ લાગતું વળગતું નથી. સરસ વાર્તા છે, અભિનય સરસ છે છતાં ખબર નહિ કેમ પણ હેરી પોટર જેવી મજા આવતી નથી. કદાચ હેરી પોટર જેવી ફિલ્મ એ વખતે પહેલી વાર જોવાયેલી તેથી તે સમયે ખુબ જ મજા આવેલી.

 1. PINEAPPLE EXPRESS (2008) (ENGLISH) : 5 /10

ફિલ્મની શરૂઆત સારી છે પણ અંત સુધી ફિલ્મ ખેંચાતી હોય તેવું લાગે છે. છેલ્લે તો એમ થયું કે જલ્દી પતે તો સારું. જેમ્સ ફ્રાન્કોનું કામ સારું છે.

 1. TAXI NO. 9 2 11 (2006) (HINDI): 7.5/10

સરસ કોન્સેપ્ટ. સારી ફિલ્મ છે પણ કદાચ વાર્તાને થોડી વધારે સારી રીતે કહી શકાઈ હોત. નાના પાટેકર હમેશની જેમ આખી ફિલ્મમાં છવાઈ જાય છે. જોન અબ્રાહમનો પ્રયત્ન સારો છે પણ નાનાની સામે ઘણો કાચો પડે છે. જોનની જગ્યાએ નાના પાટેકરની ટક્કરનો કોઈ અભિનેતા હોત તો વધારે મજા પડત.

Advertisements

ફેબ્રુઆરી-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

ફેબ્રુઆરી-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

 1. HOW TO TRAIN YOUR DRAGON (2010) : 7.5 / 10

હમણાં એનીમેશન ફિલ્મો જોંતા એવું લાગે છે કે બીજી ફિલ્મો કરતા અનિમેશન ફિલ્મોમાં વાર્તા અને માવજત વધારે સારી હોય છે.  HOW TO TRAIN YOUR DRAGON  એ અદભુત વિઝ્યુઅલ્સ અને એનીમેશન દ્વારા એક ટીનેજર અને ડ્રેગન વચ્ચેની દોસ્તીની કથા કહેતી સરળ અને સરસ ફિલ્મ છે.

 1. THE MARTIAN : (2015) : 8 / 10

રિડલી સ્કોટની વધુ એક સરસ સાઈ-ફાઈ ફિલ્મ. આ વખતે પણ પ્રોમેથીયાસની જેમ તેઓ મંગલ પર પહોચ્યા છે પણ એક સર્વાઈવલની વાર્તા લઈને. પણ આ વાર્તાનો હીરો બીજી સર્વાઈવલ ફિલ્મોની જેમ એકલતાથી પીડાતો નથી કે નથી એકલતાના લીધે નાસીપાસ થતો. ઘણા બધા વિઝ્યુઅલ્સ પ્રોમેથીયાસ સાથે સામ્યતા ધરાવે છે. પણ છેક છેલ્લે સુધી હીરો અને તેને મદદ કરવા માંગતા માનવોનો સંઘર્ષ છે છેલ્લે સુધી દર્શકને જકડી રાખે છે.

 1. BROTHERS (2015) : 7/ 10

બે બોક્સર ભાઈઓના પ્રેમ અને નફરતની કથા કહેતી અંગ્રેજી ફિલ્મ ‘વોરીયર્સ’ની રીમેક.  ઓરીજીનલ ફિલમ જોઈ નથી તેથી તેની સાથે ‘બ્રધર્સ’ની સરખામણી કરવી શક્ય નથી. ફિલ્મની એક વાત છે કે ફિલ્મ આડા પાટા પર ચડ્યા વિના મૂળ વાર્તાને વળગી રહે છે. ‘સપના જહાં’ ગીત સરસ છે. જેકી શ્રોફ આ વખતે સારી એક્ટિંગ કરી જાય છે. બાકી બધા પણ સારા છે. જોકે ભારતના વાતાવરણ પ્રમાણે સ્ટ્રીટ ફાઈટ અને  બોક્સિંગનું બેક્ગ્રાઉન્ડ થોડું અનકન્વીન્સીંગ લાગે છે.

 1. GHAYAL-ONCE AGAIN (2016) : 6 /10

એક્શન સારી છે પણ વાર્તાની નાની મોટી ભૂલો સુધારીને કદાચ ફિલ્મને વધુ બહેતર બનાવી શકી હોત. જોકે ઓરીજીનલ ઘાયલની સાપેક્ષે આ ફિલ્મ ઘણી નબળી છે. વાર્તાને અને કેરેક્ટર્સને પૂરતા  ડેવલોપ કરાયા વિના ઉતાવળમાં ફિલ્મ બનાવી હોય તેવું લાગે છે. ઘણા બધા સીન એવા હતા કે જેમાં દર્શકોની સીટીઓ મેળવી શકાત પણ એ બધા સીન્સ પણ ઉતાવળે ફિલ્માવાયેલા હોય તેવું લાગે છે. ક્લાઇમેક્ષ એકદમ ખરાબ કોમ્પ્યુટર ઈફેક્ટસથી ફીલ્માંવાયેલો છે. અંતમાં આવતો ટ્વીસ્ટ ગળે ઉતારવામાં મુશ્કેલી પડે છે.  અહી જ રાજકુમાર સંતોષીની ખોટ વર્તાય છે.

બેક્ ગ્રાઉન્ડ મ્યુઝીક સરસ છે અને ઓરીજીનલ ઘાયલની યાદ અપાવી દે છે. એક વાત છે કે સની દેઓલે ક્યાય પોતાને ગ્લોરીફાય કરવાનો પ્રયત્ન નથી કર્યો અને ઘરડો લાગતો હોવા છતાં સ્ક્રીન પ્રેઝન્સ વડે ફિલ્મને એક વાર જોવાલાયક બનાવે છે.

 1. PRIEST (2011): 7 /10

વેમ્પાયરથી માનવ જાતને બચાવવાની કોશિશ તે પણ દુનિયા ખત્મ થવાના આરે છે ત્યારે. ઘણી બધી ફિલ્મોમાં આ પ્લોટ આવે છે. આ ફિલ્મ પણ કઈ ખાસ નથી. એક્શન સારી છે. આ જ દિગ્દર્શક દ્વારા બનાવાયેલી ‘લીઝન’ પણ કઈ ખાસ નહોતી. એવા જ પ્લોટ પરની આ પણ ટાઈમ પાસ ફિલ્મ છે.

 1. SPECTRE (2015): 7.5 / 10

વાર્તા સીધી છે પણ જાણી જોઇને કોમ્પ્લીકેટેડ બનાવવાનો પ્રયત્ન થયો છે. સામ મેન્ડીસના આવ્યા પછી જેમ્સ બોન્ડની ફિલ્મોની ગતિ ઓછી થઇ ગઈ હોય તેવું લાગે છે. અમુક દ્રશ્યો જેવાકે બોન્ડ અને વિલનનો આમનો સામનો, ટ્રેઈનની ફાઈટ વગેરે દ્રશ્યોની પકડ સારી છે. પણ ઓવરઓલ બોન્ડની છેલ્લી ફિલ્મ ‘સ્કાયફોલ’ જેવી રોચક અને ઊંચા લેવલની નથી. ડેનિયલ ક્રેઇગ દરેક વખતની જેમ મજા કરાવે છે. બંને બોન્ડ ગર્લ્સમાં દમ નથી ના એક્ટિંગ કે ના દેખાવ. મોનિકા બેલુચી તો ડોશી જ લાગે છે. જોકે સામ મેન્ડીસની પકડ અને ડેનિયલ ક્રેગ ફિલ્મને જોવાલાયક તો બનાવે જ છે.

 1. MR. BEAN’S HOLIDAY (2007 ) : 7 / 10

વધારે વિચાર્યા વગર મિ. બીનના ગાંડાવેડા ગમતા હોય તો જોઇ શકાય. વાર્તામાં કઈ ખાસ નથી પણ ટાઈમપાસ ખરી.

 1. NATSAMRAT (2016): 9 / 10

નાના પાટેકર અને વિક્રમ ગોખલેની માઈલસ્ટોન અદાકારી,  હાઈ ક્લાસ પ્રોડક્શન, સુંદર વાર્તા અને સંવાદો… ખરેખર ક્લાસિક જે ચૂકવા જેવી નથી. નાના પાટેકર ખરેખર હમેશની જેમ અદભુત છે.  અબ તક છપ્પન, પરિંદા, ખામોશીનું લેવલ. વિક્રમ ગોખલે પણ જબરદસ્ત ટક્કર આપે છે.બન્ને વચ્ચેનો કર્ણ અને કૃષ્ણનો સીન ખરેખર યાદગાર છે. મરાઠી સિનેમાએ ઊંચું સ્તર પકડી લીધું છે. ક્યારે આવી ગુજરાતી ફિલ્મો બનશે??? અર્બન રોમાન્સ બહુ થઇ ગયો યાર…

 1. LUCY (2014): 7.5 / 10

એક અલગ પ્રકારની વાર્તા. પણ માવજતમાં કઈ નવું નથી. સ્કારલેટ જોન્સન અને મોર્ગન ફ્રીમેનને જોવાની મજા આવે છે.

 1. DUMB AND DUMBER TO (2014): 6.5 / 10

પ્રથમ ભાગ જેણે જોયો હશે અને તેની સરખામણીમાં આ ભાગ કદાચ મોળો લાગે. બે ત્રણ જગ્યા સિવાય હસવાનું શોધવું પડે તેમ છે. ઘણા બધા સંવાદો દ્વિઅર્થી છે. ફરીવાર સિકવલ ખાલી જૂની સફળતાને વટાવવા અને બનાવવા ખાતર બનાવી હોય તેવું લાગે છે. જોકે જીમ કેરી ઘરડો લાગતો હોવા છતાં તેની છાપ પ્રમાણે  અને તેનો સાથીદાર જેફ ડેનિયલસ ગાંડાવેડા કાઢીને ફિલ્મને રસહીન બનતી અટકાવે છે.

 1. HE NAMED ME MALALA (2015): 7.5 / 10

હમણાં જ મલાલાની જીવન કથા ‘આઈ એમ મલાલા’ વાંચી હોવાથી આ ડોક્યુમેન્ટ્રી વધારે રોચક લાગી. જોકે પુસ્તક જેવું ઊંડાણ આમાં નથી.

પુસ્તક:

 1. HALF GIRLFRIEND

By Chetan Bhagat

half-girlfriend

ઘણા સમયથી વિશ લીસ્ટમાં રહેલું આ પુસ્તક એક નાના ગામમાંથી શહેરમાં આવેલા એક યુવાન તથા દિલ્હી શહેરની મોડર્ન છોકરી વચ્ચેના પ્રેમ, હૃદયભંગ, છુટા પડવું અને ફરી મિલનની કથા રસપ્રદ રીતે કહે છે. ચેતન ભગતે હમેશની જેમ પોતાની પ્રવાહી અને રસાળ શૈલી દ્વારા પુસ્તકને રોચક બનાવ્યું છે. જોકે અંત એકદમ ફિલ્મી અને નાટકીય લાગ્યો.

 1. I AM MALALA

By Malala Yousafzai with Christina Lamb

I AM MALALA BOOK

ઘણા સમયથી આ પુસ્તક પણ વિશ લીસ્ટમાં હતું. શાંતિ માટેનું ૨૦૧૪નુ નોબેલ પ્રાઈઝ જીતનાર આ પાકિસ્તાની છોકરી ‘મલાલા’ ના એજ્યુકેશન માટેના તેના તથા તેના પિતાની સંઘર્ષ ગાથા રજુ કરે છે. પુસ્તક એવી રીતે લખાયું છે કે ક્યાંય કંટાળો આવતો નથી. પાકિસ્તાનની પ્રજા, તેમની મુશ્કેલીઓ અને પાકિસ્તાનના તાલીબાનીકરણ વિષે અંદરની માહિતી આ પુસ્તક પૂરી પાડે છે. વાંચવા જેવું તો ખરું જ