ડીસેમ્બર-૨૦૧૬ની ફિલ્મો અને નાટક

ડીસેમ્બર-૨૦૧૬ની ફિલ્મો અને નાટક

  1. THE REVENANT (2015) : 8/10

એક બદલાની નેમ લઈને જિંદગી જીવવાનો સંઘર્ષ. અદભુત લોકેશન્સ, અને લિયોનાર્ડો દ કેપ્રીઓ, ટોમ હાર્ડી અને અન્યોનો લાજવાબ અભિનય. Alejandro González Iñárrituનો સતત બીજા ઓસ્કાર માટેની યથાર્થ માવજત. અહી પણ બર્ડમેનની જેમ લાંબા લાંબા શોટ્સ છે જે સિનેમેટોગ્રાફર Emmanuel Lubezki અને ડીરેક્ટર Alejandro ની ટ્રેડમાર્ક સ્ટાઈલ છે.

  1. THE CONJURING 2 (2016) : 7/10

વોરેન દંપતીનું ભૂતપ્રેત વાળું નવું એડવેન્ચર. અહી જોકે પેહલા ભાગની જેમ સત્ય ઘટનાનો સંદર્ભ લેવાયો છે. પ્રથમ ભાગ જેવી ડરામણી નથી પણ એકંદરે કંટાળાજનક પણ નથી.

  1. THAI JASHE! (2016) : 7/10

એક નવી અર્બન ગુજરાતી ફિલ્મ. શરૂઆત અને મધ્ય સરસ. અંત થોડો ઉતાવળે બતાવાયો હોય તેવું લાગે છે. બાકી નીરવ બારોટે દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મમાં ઘણી આશાઓ જન્માવી છે. મનોજ જોષી અને મલ્હાર ઠક્કર બંને સરસ જમાવટ કરે છે.

  1. TEEN (2016) : 8/10

છેક છેલ્લે સુધી જકડી રાખતી ધીમી ધારે વહેતી થ્રીલર. ‘કહાની’ ની જેમ અહી પણ કોલકાતા વાર્તાનું એક કેરેક્ટર બની જાય છે. નવાઝુદ્દીન સીદીકી, વિદ્યા બાલન અને દર વખતની જેમ જબરદસ્ત અમિતાભ બચ્ચન હોય પછી પૂછવાનું જ ન હોય. મસ્ટ વોચ.

  1. THE LEGEND OF TARZAN (2016) : 7/10

ટારઝનની વાર્તા જેણે અગાઉ વાંચેલી હશે તેને આ ફિલ્મમાં થ્રિલ થોડી ઓછી લાગશે. બાકી એક્શન, લોકેશન્સ અને સેમ્યુઅલ એલ. જેક્શન ફિલ્મને બચાવી લે છે.

  1. THE STONEMAN MURDERS (2009) : 7.5/10

૧૯૮૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ ખૂનોની ઘટનાઓમાંથી પ્રેરણા લઈને તેમાં કલ્પનાના રંગો  ઉમેરીને બનાવાયેલી સરસ થ્રીલર. કે કે મેનન તો હમેશા જલસો જ કરાવી દે છે.

  1. KABALI (2016) : 6/10

રજનીકાંતની સ્ટાઈલ સિવાય ખાસ કશું નથી. વાર્તામાં ભલીવાર નથી તેથી રજનીકાંતની છેલ્લી ફિલ્મો ‘શિવાજી’ અને ‘રોબોટ’ જેવી મજા અહિયાં આવતી નથી. રજનીકાંત જેવા સુપરસ્ટારને લઇને સરસ માવજત અને વાર્તા વાળી ફિલ્મ તો ‘શંકર’ જેવા કોઈક જ બનાવી શકે. બાકી કબાલીમાં તો રજનીકાંતના સ્ટારડમને વટાવવાનો પ્રયત્ન થયો હોય તેમ લાગે છે.

  1. EDDIE-THE EAGLE (2016) : 7.5/10

સત્ય ઘટના પરથી પ્રેરિત મજાની સ્પોર્ટ્સ ડ્રામા. હ્યુજ જેકમેન માટે ખાસ જોવામાં આવી.

  1. DER UNTERGANG- DOWNFALL (2004) : 8/10

એડોલ્ફ હિટલરની ઝીન્દગીના છેલ્લા ૧૦ દિવસોની કહાની રજુ કરતી ફિલ્મ. છેલ્લા દિવસોમાં હિટલરની બંકરની ઝીંદગી, સાથીદારો સાથેના તેના સંબંધો અને છેલ્લે સુધી વાસ્તવિકતા ન સ્વીકારવી વગેરે બાબતો એકદમ ઓથેન્ટિક રીતે દર્શાવવાનો પ્રયાસ થયો છે. જોકે અહી હિટલરનું માનવીય પાસું પણ અહી બતાવાયું છે. ધીમી પણ સરસ ફિલ્મ.

નાટક: આજ જાનેકી ઝીદ ના કરો

દિગ્દર્શક: સૌમ્ય જોષી

જીજ્ઞા વ્યાસ, જયેશ મોરે

aaj-jaaneki

કરીના કપૂર –સુધીર મિશ્રાની ફિલ્મ ‘ચમેલી’ જેવી કઈક અંશે વાર્તા ધરાવતું નાટક. મેં જોકે વધુ નાટકો જોયેલા નથી પણ આ નાટકનો લોકલ ટ્રેન વાળો સેટ ગમ્યો. જીજ્ઞા વ્યાસ સરસ અભિનય કરે છે પણ ક્યાંક ઓવર એક્ટિંગ આવી જાય છે. જયેશ મોરે અદભુત છે.

જોકે સૌમ્ય જોશીને સ્ટેજ પર લાઈવ બોલતા સાંભળવા એ પણ લહાવો જ છે.

Advertisements

બદલાપુર…ન ચૂકવા જેવી ફિલ્મ

બદલાપુર…ન ચૂકવા જેવી ફિલ્મ

Badlapur

જે ફિલ્મ જોઇને તમારા દિમાગ પર નશો છવાઈ જાય અને તેના કિરદાર, સંવાદ, સ્ટોરી ઇવન સીન્સને તમે વાગોળતા રહો કે તેનું મ્યુસિક અને બેક ગ્રાઉન્ડ મ્યુસિક તમારા કાનોમાં ગુંજતું રહે તે ફિલ્મ મારા મતે સારી અને ખુબ સારી. પછી તેની નાની નાની ખામીઓને પણ અવગણી શકાય. તાજેતરમાં બદલાપુર જોતી વખતે આવો અનુભવ થયો. ફિલ્મ જોયા પછી બે દિવસ સુધી તો મારા દિમાગમાંથી નીકળી જ નહોતી.

ઘણા દિવસો પછી પહેલી સેકંડથી લઈને છેલ્લી સેકંડ સુધી ફિલ્મ જોવાની મજા ‘બદલાપુર’ જોતી વખતે આવી. ફિલ્મની પહેલીજ ફ્રેમ કે સીન બતાવે છેકે ફિલ્મ જબરદસ્ત નીકળવાની છે. અને ખરેખર આ આશા ખોટી નથી નીવડતી.

નાવાઝુદ્દીન સીદીકી ને તો બ્લેક ફ્રાઇડેના પેલા લોક અપ વાળા સીનમાં જોઇને જ ખબર પડી ગઈ હતી કે આ ચરકટ તો ચમત્કાર બતાવશે જ. જે એમણે વસેપુર, તલાશ અને બીજી બધી ઘણી ફિલ્મો દ્વારા સાબિત કરી દીધેલ છે. બદલાપુરમાં તો પોતાના પરફોર્મન્સને એક અલગ લેવલ પર લઇ ગયા છે. જેટલીવાર તે સ્ક્રીન પર આવે છે તેટલી વાર છવાઈ જાય છે. કોઈ જાતના વધારે પડતા એક્ષ્પ્રેસન્સ વગર નોર્મલ સ્ટાઈલથી જે રીતે સંવાદ બોલે છે તે સીધું મગજમાં ઉતારી જાય છે. વરુણ ધવને પણ રોમેન્ટિક ઈમેજમાં થી બહાર નીકળવા માટે લીધેલુ જોખમ ફળ્યું છે. દિવ્યા દત્તા, વિનય પાઠક અને રાધિકા આપ્ટે થોડા સમય માટે પણ આવીને પાત્રને પુરતો ન્યાય આપી જાય છે. હુમાં કુરેશી અને યામિ ગૌતમ પણ ધીમે ધીમે ખીલી રહી છે. નાના કિરદાર જેવાકે નાવાઝુદ્દીનની માં, મહિલા જાસુસ, માઈકલ કેદી, વગેરે એકદમ કન્વીન્સિંગ લાગે છે. જાકીર હુસેન માત્ર એક જ સીન માં આવીને જે ધમાલ મચાવે છે તે ખરેખર કમાલ છે.

જી કરદા, બદલા બદલા, જીના જીના, જુદઈ વગેરે ગીતો અદભૂત છે અને એકદમ યોગ્ય જગ્યાએ મુકાયેલ છે. બેક ગ્રાઉન્ડ મ્યુઝીક પણ સરસ છે.

શરૂઆતમાં માત્ર મસાલા હિન્દી ફિલ્મ જેવી બદલાની વાર્તા વાળી લાગતી આ ફિલ્મ ધીમે ધીમે સામાન્યથી અસામાન્ય વાર્તા અને સંદેશનું સ્તર પકડી લે છે અને છેક છેલ્લે સુધી જાળવી રાખે છે. શ્રીરામ રાઘવને એક હસીના થી અને જોની ગદ્દારમાં તો કમાલ દેખાડી હતી પણ બદલાપુરમાં તો એક અલગ જ શ્રીરામ રાઘવન દેખાય છે.

ટૂંકમાં બદલાપુર એક વાર જોવા જેવી નહિ પણ ન ચૂકાય તેવી મસ્ટ વોચ ફિલ્મ છે.