માર્ચ-૨૦૧૭ની ફિલ્મો

માર્ચ-૨૦૧૭ની ફિલ્મો

  1. THIRUDA THIRUDA (1993) (TAMIL) : 7.5/10

હિન્દીમાં ડબ થઈને ‘ચોર ચોર’ તરીકે આવેલી આ ફિલ્મને મણી રત્નમ અને રામ ગોપાલ વર્મા જેવા માંધાતાઓએ લખેલી છે. મધ્ય સુધી ફિલ્મ જકડી રાખે છે પણ આગળ જતા બિનજરૂરી પ્રણય ત્રિકોણ અને લાંબા લાંબા ગીતો ફિલ્મને થોડી કંટાળાજનક બનાવે છે. જોકે અનુ અગ્રવાલ એકદમ કામણગારી લાગે છે.

  1. KAHAANI 2 : DURGA RANI SINGH (2016) (HINDI) : 7.5/10

ઈન્ટરવલ સુધી ફિલ્મ થ્રીલીંગ છે પણ સંસ્પેન્સ ખુલે છે ત્યારે સંતોષ થતો નથી. જોકે ફિલ્મોના અઠંગ રસિયાઓ તો કદાચ પહેલેથી જ અંતને કલ્પી શકે તેમ છે. ફિલ્મ સરસ છે પણ પહેલા ભાગ સાથે સરખામણી કરતા થોડી ઉણી ઉતરે છે.

  1. DOCTOR STRANGE (2016) (ENGLISH) : 7.5/10

ફિલ્મની વાર્તા જલ્દી સમજાય નહિ તેવી છે પણ એકવાર સમજણ પડ્યા પછી મજા આવે છે.

  1. ARDH SATYA (1983) (HINDI) : 9/10

સીસ્ટમ પ્રત્યે નારાજગી અને તેના લીધે પેદા થતો આક્રોશ. અદભુત અને અસરકારક ફિલ્મ છે. દિવંગત ઓમ પૂરીને શ્રધ્ધાંજલિ આપવા બીજી વાર ખાસ જોવામાં આવી.  Sadashiv Amrapurkar and Om Puri at their best.  જોકે આવી ફિલ્મ વિષે વધારે લખવાની આપણી ઓકાત નથી.

  1. CHEF (2014) (ENGLISH) : 7.5/10

સરળ વાર્તા, મજાનું દિગ્દર્શન અને આપણને ગમતો જોન ફેવર્યું. ફિલ્મમાં બનતી વિવિધ વાનગીઓ મોઢામાં પાણી લાવી દે છે.

  1. NEERJA (2016) (HINDI) : 7.5/10

નીરજા ભનોત નામની એર હોસ્ટેસે ૧૯૮૬માં તેના વિમાનના મુસાફરોની જાન બચાવેલી તે સત્ય ઘટના પરથી બનેલી ફિલ્મ. સ્ટોરી, અભિનય બધું સરસ છે. છતાં એટલી અસરકારક નથી. છેલ્લે શબાના આઝમી મેદાન મારી જાય છે.

  1. POLAM POL (2016) (GUJARATI) : 6/10

ફરી પાછી એક ગુજરાતી અર્બન મુવી. કોન્સેપ્ટ સારો છે પણ ઘણી વાર વાર્તા આડે પાટે જતી રહે છે. જોકે ઘણા બધા સીન્સમાં કોમેડીનો ચમકારો છે. ‘સપનાઓ સાચા થશે’ ગીતનું સંગીત, શબ્દો અને ફિલ્માંકન સરસ છે. જોકે બધા કરતા આપણને તો ‘માંગીલાલ’ તરીકે ‘પ્રેમ ગઢવી’એ મજા કરાવી દીધી.

Advertisements

એપ્રિલ-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

એપ્રિલ-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

આ વખતે તો હદ થઇ ગઈ. આખા મહિનામાં એક જ ફિલ્મ જોવાઈ એ પણ થીયેટરમાં…થોડો સમય કદાચ આવું ચાલતું રહેશે. પછી આક્રાંતિયાની જેમ તૂટી પડવાની ઈચ્છા છે. ‘ટુ બી વોચડ લીસ્ટ’ વધતું જ જાય છે સાથે સાથે થોડું ટેન્શન પણ..

  1. THE JUNGLE BOOK (2016): 8 / 10

THE JUNGLE BOOK

બાળપણની યાદગાર યાદોમાની એક રૂડ્યાર્દ કિપલિંગની ‘જંગલ બૂક’ જે એક જાપાનીઝ એનીમેટેડ સીરીઝ હતી અને સુંદર રીતે હિન્દીમાં ડબ થઇ હતી તેનું વધારે સારી ટેકનીક વાળું ડીઝની વર્ઝન ૨૦૧૬માં આવ્યું છે. જે મજા આપણે બાળપણમાં આ સીરીઝ વખતે લીધી હતી તેવી મજા મારા દીકરાએ આ વખતે થ્રીડીમાં લીધી. આ ફિલ્મનું પણ હિન્દી ડબિંગ સરસ છે. જાપાનીઝ સીરીઝના ડબિંગમા શેરખાનનું ડબિંગ કરનાર ‘નાના પાટેકર’ પહેલાની જેમ ડર લગાવી દે છે. ઓમ પૂરી શેફાલી શાહ, પ્રિયંકા ચોપરા અને ખાસ કરીને ઈરફાન ખાને મજા પડી જાય તેવું ડબિંગ કર્યું છે. મોગલી તરીકે નીલ શેઠી એકદમ બંધ બેસે છે. એનીમેશન અદભુત છે પણ સ્ટોરી થોડી ઢીલી છે. એક્શન અને એનીમેશનને વધારે મહત્વ અપાયું છે. જો કે આ ફિલ્મ જોવાનું બીજું એક કારણ તેના દિગ્દર્શક ‘જોન ફેવ્રું’ (‘આયર્ન મેન’ ફેમ) પણ હતા.

પુસ્તક:

  1. TAAI, ME COLLECTOR VYAHAN

            BY RAJESH PATIL

Translated in Gujarati as ‘Maadi Hu Collector Thais’ by Kishor Gaud

madi_hu_collector_thaish

એક સામાન્ય ગરીબ ખેડૂતનો અભ્યાસમાં સામાન્ય દીકરો કેવી રીતે રસ્તામાં આવતી મુશ્કેલીઓને વટાવી આઈ.એ.એસ. ઓફિસર બને છે તે વિશેનું સરસ પ્રેરણાદાયી પુસ્તક. પુસ્તકમાં રાજેશ પાટીલના આર્થીક, સામાજિક અને શારીરિક સંઘર્ષની સાથે સાથે માનસિક સંઘર્ષની પણ વાત કરવામાં આવી છે.  સરસ, સરળ અને પ્રેરણાદાયી.

  1. SORTING OUT SID

            BY YASHODHARA LAL

sorting-out-sid-400x400-imadrpbkmhfadh73

મહાનગરમાં વસતા અને કોર્પોરેટ મેટ્રો જિંદગી જીવતા સિદ્ધાર્થની જીંદગીમાં આવતી મુશ્કેલીઓ અને તેનો કઈ રીતે નિવેડો આવે છે તેની. વાર્તા એકની એક જગ્યાએ અટકેલી રહે છે. અને અમુક અંશે બોરિંગ બનતી જાય છે. વાર્તાના પાત્રો પણ પૂરી રીતે ડેવલપ થયેલા નથી. કઈ ખાસ ન હોય તેવું ટાઈમ પાસ પુસ્તક.