PK…મારા વિચારો

17pk-poll1

હમણાં હમણાં બોલીવુડની જે blockbuster ફિલ્મો આવી છે તેમાંની એકેય ૧૦૦ તો શું પણ ૫૦ કરોડને પણ લાયક નથી. જોકે pk તેમાં અપવાદ રૂપ ગણી શકાય. pk જોયા પછી અમુક વિચારો…

– આમીર ખાન નો અભિનય લાજવાબ છે. લોક અપ વાળો સીન જેમાં પીકે અચ્છા ના વિવિધ અર્થ expressions સાથે સમજાવે છે તે સરસ છે.

– પીકે નું સ્પેસશીપ ધરતી પર ઉતરે છે ત્યારના landscaping ના સીન્સ સારા છે.

– ‘ચાર કદમ’ & ‘દરબદર’  ગીત સિવાય શાંતનું મોઇત્રાના બાકી ના ગીતો જોડકણા જેવા લાગે છે. વેસ્ટ ઓફ ટાઇમ ગીત તો ૩ idiots ના ઝુબી ઝુબી ગીત જેવું જ લાગે છે.

– climax થોડો ઢીલો છે.

– આ અનુષ્કા શર્મા ના હોઠ કેમ આટલા મોટા લાગે છે? મને તો ડાર્ક નાઈટ ના જોકર ની યાદ આવી ગઈ. જોકે તેનો અભિનય જબ તક હૈ જાન ની યાદ અપાવી જાય છે.

– pk અને અનુષ્કા (જગ્ગુ) નો લવ ટ્રેક વાર્તામાં ના ગુસાડ્યો હોત ચાલત નહિ?

– જોકે પૂરી ફિલ્મ માં ક્યાય કંટાળો આવતો નથી. સંજય દત પણ થોડી વાર માટે મજા કરાવી જાય છે. બોમન ઈરાની તો હમેશ ની જેમ ફોર્મ માં જ હોય છે.

– એકંદરે અત્યાર ની ગણી ૧૦૦ કરોડની ક્લબ વાળી ફિલ્મો કરતા ગણી સારી છે. આજ મુદ્દા પરની ઓહ માય ગોડ ગણી તીવ્ર હતી જેની તુલનામાં pk હળવી લાગે છે.

Advertisements