જૂન-૨૦૧૭ની ફિલ્મો

જૂન-૨૦૧૭ની ફિલ્મો

 1. ROAD TRIP (2000) (ENGLISH) : 5.5 / 10

ગર્લફ્રેન્ડને ભૂલથી મોકલી દેવાયેલ વિડીયો કેસેટ અને તેને પાછી મેળવવા માટે કરવી પડતી રોડ ટ્રીપ. ડીરેક્ટર TODD PHILIPS ની ફિલ્મોમાં રોડ ટ્રીપ, મિત્રોની ગેંગ, અણધારી મુસીબત અને ટાઈમ પાસ કોમેડી હોય છે. ‘રોડ ટ્રીપ’ તેમની શરૂઆતની ફિલ્મ છે જેની છાપ તેમની પાછળની ફિલ્મો ‘હેંગ ઓવર સીરીઝ’ અને ‘ડ્યુ ડેટ’ માં પણ દેખાય છે.

 1.   PREDESTINATION (2014) (ENGLISH) : 8 /10

એક એજન્ટ (પોલીસ)ને ક્યારેય ન સાંભળી હોય તેવી પોતાની વાત કહેતો એક પુરુષ… અને પછી ધીમે ધીમે ગુંથાતા અને ખુલતા તાણાવાણા, ટાઈમ ટ્રાવેલ અને છેલ્લે ખુલતું રહસ્ય… આ અંગ્રેજી ફિલ્મો વાળા આવી ગજબ સ્ટોરી અને કોન્સેપ્ટ ક્યાંથી શોધી લાવે છે? જોકે આ ફિલ્મની વાર્તાનો તાળો મેળવતા મગજનું  દહીં, છાસ અને કઢી થઇ જાય તેમ છે. ફિલ્મમાં બનતી ઘટનાઓની સિક્વન્સ (ટાઈમલાઈન) સમજવા માટે વીકીપીડીયાનો સહારો લેવો પડ્યો. પણ છેલ્લી મિનીટ સુધી બેસી રહેવાની ધીરજ હોય તો છેલ્લે સુધી મજા પડી જાય છે. અને કલાકારોનો અભિનય તો અદભુત છે ખાસ કરીને SARAH SNOOK.

 1. DANGAL (2016) (HINDI) : 8 / 10

બહુ જ વખણાયેલી અને બહુ જ જોવાયેલી ‘દંગલ’ સ્ટોરી તો પ્રેડીકટેબલ છે પણ ઈમોશનલ ટચ અને અભિનયને લીધે છેલ્લે સુધી જરા પણ કંટાળો આવતો નથી. કુસ્તીની સિક્વન્સમાં ઝીણી ઝીણી ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવેલ છે અને જેથી એકદમ ઓથેન્ટિક લાગે છે. જોકે ઘણા બધા સીન્સ બરોબર જમાવવાને બદલે અધૂરા છોડી દેવાયા હોય તેમ લાગે છે. જેમ કે ‘મારી છોરીયા છોરોસે કેમ હે કે’ વાળો સીન ફક્ત એક ડાયલોગ બોલવા માટે જ છે. સંગીત થોડું મોળું પડે છે. હા પહેલી વાર જયારે ગીતા છોકરાની સામે કુસ્તી લડે છે ત્યારનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક જોરદાર છે. ઓવરઓલ એક પરફેક્ટ હિન્દી ફિલ્મ.

 1. LOGAN (2017) (ENGLISH) : 8.5/10

મોટી ઉમરનો અને ધીમે ધીમે જેની શક્તિઓ ક્ષીણ થઇ રહી છે તેવો લોગન એટલે કે ‘વોલ્વરીન’ જેને સંજોગવશાત નવું મિશન મળે છે. આ ફિલ્મની કથા સરળ છે પણ મજબુત છે. અહી ઝબરદસ્ત સ્પેશિયલ ઈફેક્ટસ કે ન માન્યામાં આવે તેવું એક્શન નથી. વાર્તામાં લાગણીઓ અને સંબંધો પર વધુ ભાર મુકાયો છે. જોકે આ ફિલ્મનો એક અને એકમાત્ર હીરો ‘હ્યુજ જેકમેન’ જ છે. તેની પર્સનાલીટી અને અભિનય ઘરડા અને ઝીંદગીથી નાસીપાસ થયેલા અને પછી ફરી મિશન પર લાગતા પાત્રને જીવી જાય છે. સાથે સાથે પ્રોફેસર ઝેવિયર (પેટ્રિક સ્ટુઅરટ) અને લોરા બનતી Defne Keen નો સાથ ફિલ્મને બેસ્ટ એક્સ-મેન મુવી બનાવે છે. અને હા, એન્ડ ક્રેડીટસમાં મસ્ત મજાનું સાંભળવા જેવું ગીત છે.

 1. 10 CLOVERFIELD LANE (2016): 7.5 /10

અંત સુધી મજાની પણ વચ્ચે વચ્ચે ક્યાંક ડચકા ખાય છે. જોકે અંત એટલો મજા પમાડે તેવો નથી અને સિકવલ માટેની જગ્યા ખુલ્લી રાખવામાં આવી છે. આ ફિલ્મની પ્રિકવલ ‘CLOVERFIELD’ જે ૨૦૦૮માં રજુ થઇ હતી જે આગામી સમયમાં જોવામાં આવશે.

 1. KAPOOR AND SONS (2016) : 8 /10

પરિવારની વેલ્યુ સમજાવતી કરણ જોહર નિર્મિત આ ફિલ્મ તેની બીજી ફિલ્મો જેવી લાઉડ નથી જે ફિલ્મને ઓથેન્ટિક બનાવે છે. સરસ ધીમી ધારે વહેતી વાર્તા, દમદાર અભિનય અને સુંદર લોકેશન્સ, ફિલ્મ ક્યારે પતી જાય છે તે ખબર જ નથી પડતી. ડીરેક્ટર શકુન બત્રાએ આ ફિલ્મમાં કમાલ કરી છે અને જેથી તેમની પહેલી ફિલ્મ ‘એક મેં ઓર એક તું’ પણ જોવામાં આવશે.

Advertisements

ઓક્ટોબર-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તકો

ઓક્ટોબર-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તકો:

તો સૌને નવા વર્ષના નુતન વર્ષાભીનંદન

હમણાં ઘણી ઓછી ફિલ્મો જોવાય છે આશા છે કે નવા વિક્રમ સંવત-૨૦૭૩માં સંખ્યા વધે.

 1. CHANDER PAHAR (2013)- BENGALI- 8.5 / 10

કોઈએ કદાચ આ ફિલ્મ જોઈ હશે તો તેને ફિલ્મની ગતિ ધીમી લાગી શકે છે પણ મને તો ફિલ્મની ગતિ જ ફિલ્મની તાકાત લાગી. બંગાળી ક્લાસિક નવલકથા પરથી બનેલી આ ફિલ્મ ધીમી ગતિએ લોકેશન્સ, એક્ટિંગ, વાર્તા દરેક બાબતમાં મજા કરાવે છે. અને સિનેમેટોગ્રાફી તો અદભૂત છે.

સાંભળ્યું છે કે આની સિકવલ પણ બની રહી છે. તેની ઈન્તેજાર રહેશે.

 1. X-MEN: APOCALYPSE (2016) – 7 / 10

DAYS OF FUTURE PAST  જેવી જકડી રાખે તેવી નથી પણ  કંટાળો પણ નથી આવતો. વિલનનું કેરેક્ટર હજી વધુ ડેવલોપ કરવા જેવું હતું.

પુસ્તકો:

 1. POLLYANNA – ELEANOR H. PORTER

Gujarati Translation by Nitin Bhatt

દરેક બાબતમાંથી કઈક સારું શોધીને રાજી થવાની રમત શીખવાડતી છોકરી પોલીયાનાની વાર્તા. પુસ્તક વાંચીને ખબર પડે છે કે ખરેખર આ પુસ્તક અત્યારે પણ કેમ ક્લાસિક ગણાય છે અને અત્યારે પણ કેમ પ્રસ્તુત છે. ઘણી ફિલ્મો તથા વાર્તાઓના કથાનક તથા કેરેક્ટરનું પૂર્વજ પોલીયાનાને કહી શકાય.

 1. રંગ છલકે : કિન્નર આચાર્ય

જાણીતા પત્રકાર અને લેખક કિન્નર આચાર્યના વિવિધ વિષયો પરના વિવિધ લેખોનું સંકલન છે. કિન્નરભાઈ ઓશોથી ખુબજ પ્રભાવિત છે જે આ પુસ્તકમાં ઓશો વિશેના લેખોએ જે જગ્યા રોકેલ છે તેના પરથી ખબર પડે છે. જોકે દરેક લેખ રસ પડે તેવો છે. બીજા બધા લેખો પણ સરસ છે.  જોકે ઘણી વાર વધુ પડતી માહિતી અમુક લેખોને થોડા  બોરિંગ બનાવે છે.

જુલાઈ-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તકો

જુલાઈ-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તકો

તો આ મહિનો X-MEN નો રહ્યો. આ મહિનામાં આ X-MEN સિરીઝની ૩ ફિલ્મો જોઈ નાંખવામાં આવી. ત્રણેયમાં મજા આવી.

 1. X-MEN:FIRST CLASS (2011): 7/10

X-MEN ના બે મુખ્ય કિરદાર પ્રોફ. ઝેવિયર અને મેગ્નીટોની દોસ્તી અને દુશ્મની કેવી રીતે થઇ તેની વાત કહેતી સરસ ફિલ્મ છે. ઘરડા મેગ્નીટો કરતા જવાન મેગ્નીટો વધારે અસરકારક લાગે છે.

 2. NH 10 (2015): 8/10

નિર્માતા તરીકે પ્રથમ ફિલ્મમાં એક અલગ વાર્તા કહેવાનો અનુષ્કા શર્માનો જુગાર ફળ્યો છે. ડીરેક્ટર નવદીપ સિંહે ‘મનોરમા સિક્સ ફીટ અંડર’ જેટલી જ મજા આ ફિલ્મમાં પણ કરાવી છે. અહી ફિલ્મની ગતિ થોડી વધારે છે. જોકે ‘મનોરમા સિક્સ ફીટ અંડર’ની ધીમી ગતિની વાર જ કઈ ઓર હતી. અનુષ્કા શર્મા પૂરી ફિલ્મમાં છવાઈ જાય છે.

 3. POMPEII (2014) : 7/10

ઘણી વાર વાર્તા કે અભિનયને નજર અંદાઝ કરીને ફિલ્મ જોવાની પણ મજા છે. ‘પોમ્પાઈ’ આવી જ એક સિમ્પલ વાર્તા કહેતી ટીપીકલ ટાઈમ પાસ હોલીવુડ ફિલ્મ છે. અહી ઉચ્ચ કક્ષાના અભિનયની આશા રાખવી નકામી છે.

 1. X-MEN: THE LAST STAND (2006) : 7/10

‘જીન ગ્રે’ ના કેરેક્ટરની વાત કહેતી X-MEN સિરીઝની આ ફિલ્મ પણ ફર્સ્ટ ક્લાસ જેટલી જ મજા કરાવે છે.

 5. X-MEN: DAYS OF FUTURE PAST (2014) 8/10

ભવિષ્યમાં બનનારી ઘટનાઓને રોકવા ભૂતકાળની ઘટનાઓને બદલવા માટે ભૂતકાળમાં કુદકો. વાહ શું કોન્સેપ્ટ અને શું ફિલ્મ છે. હ્યુજ જેકમેન તો જાણે ધડબડાટી બોલાવવા માટે જ જન્મ્યો છે. બાકી રહેલી કસર બાકીના X-મેનો પૂરી કરે છે. જવાન ડો. ઝેવીઅર અને મેગ્નીટોની કેમીસ્ટ્રી મજા કરાવે છે.

   Hunterrr_film   I_film_poster pompeii_6__140220211714IDENTITYDespicable_Me_PosterNH10_PosterX-Men-Days-of-Future-Past-Wallpaper

 1. DESPICABLE ME (2010) – 6/10

ચંદ્રની ચોરી વાળો કઈક અલગ કોન્સેપ્ટ પણ ઢીલી વાર્તા વાળી ફિલ્મ. એનીમેશન સારું છે.

 7. HUNTERR (2015)-7/10

અલગ સ્ટોરી. આપણી આજુ બાજુ આવા ઘણા શિકારીઓ જોવા મળે છે. અંત જરાક નાટકીય લાગ્યો. જોકે છેલ્લે સુધી મજા આવે છે. ગુલશન દેવૈય્યાહનું કામ ઘણું સારું છે. પેલો શોભા આંટી વાળો ટ્રેક ઘણો રમુજી છે.

 1. I (2015) – 7/10

મારા ફેવરીટ ડીરેક્ટર શંકરની ફિલ્મને ૭/૧૦ આપતા મન ઘણું દુભાય છે પણ શંકરની ટેલેન્ટ જ કદાચ આ ફિલ્મની મોટી દુશ્મન હશે. ફિલ્મની લંબાઈ કઠે છે. ઉપરાંત વચ્ચે વચ્ચે આવતા લાંબા લાંબા બિન જરૂરી ગીતો પણ ફિલ્મની લંબાઈમાં વધારો કરે છે. એક માણસ અને મલ્ટીપલ વ્યક્તિત્વ વાળી શંકરની ફેવરીટ થીમ અહી કઈક અંશે મોળી પડે છે. સામાન્ય રીતે શંકરનો નાયક સીસ્ટમ સામે અવાજ ઉઠાવતો હોય છે જયારે અહી પોતાના પ્રેમ માટે બદલો લે છે. ચાઈના વળી ફાઈટ સિક્વન્સ સરસ છે પણ સવાલ એ થાય છે કે શું એ જરૂરી હતી? ફાઈનલ સસ્પેન્સનો વળાંક તો ઈન્ટરવલ પહેલાથી કળી શકાય તેમ છે. એમી જેક્શન એક્ટિંગમાં વિક્રમની સામેં ઘણી કાચી પડે છે.

જોકે ફિલ્મ કઈ એટલીય ખરાબ નથી. શંકર પાસે કઈક એવું છે જે ફિલ્મને સાવ ફાલતું થવા દેતી નથી. ફિલ્મમા માણી શકાય તેવું ઘણું બધું શંકર બ્રાન્ડ મનોરંજન પણ છે. રોબોટ-૨ ની બે જ સીન વળી કોમેડી સારી છે. વિક્રમની ધાંસુ એક્ટિંગ, સ્પેસીઅલ ઈફેક્ટસના કારણે ફિલ્મ જોવાલાયક બની છે. વુંલ્ફ્મેન વાળા ગીતનું સંગીત અને ફિલ્માંકન અદભૂત છે. ટૂંકમાં, નાની મોટી ખામીઓને બાદ કરતા ફિલ્મ એક વાર તો જોવા જેવી છે જ.

 1. IDENTITY (2003) – 7/10

શરૂથી અંત સુધી જકડી રાખે તેવી ફિલ્મ છે. જોકે સસ્પેન્સ સમજતા મગજની કડી થઇ જાય તેમ છે. આ ફિલ્મ ઉપરથી દીપક તિજોરીએ ‘ખામોશ-ખોફ કી રાત’ નામની બેઠી નકલ બનાવેલી. જોકે મને ત્યારે એ ફિલ્મ ગમેલી.

 પુસ્તક:

Michel StrogoffJules Verne- મિખાઈલ સ્ટર્ગોવ: ગુજરાતી અનુવાદ: દોલતભાઈ નાયક

જયારે જયારે લાઈબ્રેરીમાં જાઉં છુ ત્યારે ખબર નહિ કેમ પગ Jules Verne ના વિભાગ તરફ જતા રહે છે. Jules Verne ની બીજી કૃતિઓ જેટલી ‘મિખાઈલ સ્ટર્ગોવ’ પ્રખ્યાત નથી. રશિયાના ભૌગોલિક બેક ગ્રાઉન્ડમાં લખાયેલી મિખાઈલ સ્ટર્ગોવ નામના સંદેશા વાહકની એક છેડાથી બીજા છેડા સુધીની અદભુત અને સાહસી સફરની કથા કહેતી આ વાર્તામાં જોકે Jules Verne ની બીજી વાર્તાઓની જેમ કોઈ વૈજ્ઞાનિક સાધનો કે સિદ્ધાતો નથી પણ કથા બીજા બધા પુસ્તકોની જેમ જ રોમાંચક છે. એક સરસ થ્રીલર અને એડવેન્ચરસ ફિલ્મ બને તેવો બધો મસાલો આ પુસ્તકમાં છે. વાંચી ન હોય તો વાંચી નાખવી.