૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તકો

લો ૨૦૧૬ પણ પતી ગયું. તો દર વર્ષની જેમ ગત વર્ષમાં જોવાયેલ ફિલ્મો અને વંચાયેલ પુસ્તકોની બેલેન્સ શીટ જોઈ લઈએ.

કુલ ૪૪ ફિલ્મો જોવાયેલ છે. ગત વર્ષની સરખામણીમાં લગભગ અડધી છે. પરીક્ષાના લીધે વચ્ચે ૪ મહિનાનો સળંગ ગેપ પડેલ હતો. પણ ૨૦૧૭માં તો તૂટી જ પડવું છે.

ફિલ્મો:

No. MOVIE RATING OUT OF 10
1 EVERLY (2014) 5
2 MYSTIC RIVER (2003) 8
3 JAZBAA (2015) 7.5
4 DOCTOR ZHIVAGO (1965) 9
5 MARY KOM (2014) 7.5
6 KYA KOOL HAI HUM 3 (2016) 3
7 HOW TO TRAIN YOUR DRAGON (2010) 7.5
8 THE MARTIAN (2015) 8
9 BROTHERS (2015) 7
10 GHAYAL ONCE AGAIN (2016) 6
11 PRIEST (2011) 7
12 SPECTRE (2015) 7.5
13 MR. BEAN’S HOLIDAY (2007) 7
14 NATSAMRAT (2016) 9
15 LUCY (2014) 7.5
16 DUMB AND DUMBER TO (2014) 6.5
17 HE NAMED ME MALALA (2015) 7
18 TERE BIN LADEN (2010) 7.5
19 3:10 TO YUMA (2007) 8.5
20 300:RISE OF AN EMPIRE (2014) 7.5
21 ANCHOR MAN (2004) 6.5
22 ROOM (2015) 8.5
23 BIRDMAN (2014) 8
24 THE JUNGLE BOOK (2016) 8
25 ROMEO AND RADHIKA (2016) 3
26 THE ANGRY BIRDS MOVIE (2016) 6.5
27 DEADPOOL (2016) 7.5
28 CHHELLO DIVAS (2015) 8
29 BATMAN VS SUPERMAN : DAWN OF JUSTICE (2016) 6.5
30 FAN (2016) 7
31 HANSEL & GRETEL:WITCH HUNTERS (2013) 7
32 CHANDER PAHAR (2013) 8.5
33 X-MEN:APOCALYPSE (2016) 7
34 PINK (2016) 8.5
35 HOUSEFULL 3 (2016) 4
36 THE REVENANT (2015) 8
37 THE CONJURING 2 (2016) 7
38 THAI JASHE! (2016) 7
39 TEEN  (2016) 8
40 THE LEGEND OF TARZAN (2016) 7
41 THE STONEMAN MURDERS (2009) 7.5
42 KABALI (2016) 6
AAJ JAANEKI ZID NA KARO Gujarati Play
43 EDDIE-THE EAGLE (2016) 7.5
44 DER UNTERGANG (GERMAN)- DOWNFALL (ENGLISH) (2004) 8

પુસ્તકો:

કુલ ૧૨ પુસ્તકો એટલે કે દર મહીને એકાદ પુસ્તક વંચાયું છે.

NO. NAME ORIGINAL BOOK AUTHOR TRANSLATOR
1 CHANAKYA’S CHANT CHANAKYA’S CHANT ASHWIN SANGHI
2 HALF GIRLFRIEND HALF GIRLFRIEND CHETAN BHAGAT
3 I AM MALALA I AM MALALA MALALA YOUSUFZAI
4 L’Île mystérieuse THE MYSTERIOUS ISLAND (ENGLISH) – BHEDI TAPU (GUJARATI) JULES VERNE JAYANT SHAH
5 MAADI HU COLLECTOR THAIS TAAI, ME COLLECTOR VYAHAN RAJESH PATIL KISHOR GAUD
6 SORTING OUT SID SORTING OUT SID YASHODHARA LAL
7 TRAIN TO PAKISTAN TRAIN TO PAKISTAN KHUSWANT SINGH
8 SAHITYA ANE CINEMA SAHITYA ANE CINEMA JAY VASAVADA
9 AVKASHNI SAFARE (Dhumketuni Safare) HECTOR SERVADEC -FRENCH (OFF ON A COMET-ENGLISH) JULES VERNE MULSHANKAR BHATT
10 STEEL FRAME STEEL FRAME FARUK NAIKVADE MOHAN H. MANDANI
11 POLLYANNA POLLYANNA ELEANOR H. PORTER NITIN BHATT
12 RANG CHHALKE RANG CHHALKE KINNAR ACHARYA

અને છેલ્લે…

જે કોઈ  આ બ્લોગ ભૂલ થી પણ વાંચતું હોય તો તેને HAPPY NEW YEAR!

 

સપ્ટેમ્બર-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

સપ્ટેમ્બર-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

તો ઘણા સમયે ફિલ્મો (લગભગ ૬ મહીને)  રેગ્યુલર ફિલ્મો જોવાનું શરુ થયું છે.

 1. THE ANGRY BIRDS MOVIE (2016) : 6.5 / 10

એન્ગ્રી બર્ડ્સ ગેમ જોકે મેં ખાસ રમેલી નથી પણ તેના કેરેક્ટર્સ મને ગમે છે. ખાસ કરીને રેડ. અહી રેડ મજા કરાવે છે અને તેના સાથીદારો પણ. વાર્તા ખાસ નથી તેથી છેલ્લે સુધી રસ જળવાતો નથી. અમુક સંવાદો સારા છે જેવાકે ‘તુમને હમ બર્ડ્સ કી ચોંચ કટા દી! (હિન્દી ડબિંગમાં).

BTW,  રેડ અને ‘ભાભીજી ઘર પે હે’ સીરીયલમાં આવતા પેલા તિવારીજીના ચહેરામાં મને સામ્ય દેખાય છે.

 1. DEADPOOL (2016) : 7.5 / 10

મસ્તીના વનલાઈનર, ધમાકેદાર એક્શન… ‘ડેડપુલ’ માટે આટલું જ પુરતું છે. વાર્તા ખાસ નથી પણ ટ્રીટમેન્ટ ફિલ્મને  અલગ બનાવે છે. ટાઈટલ ક્રેડીટ ચૂકવા જેવા નથી જેમકે નિર્દેશકને ક્રેડીટ DIRECTED BY AN  OVERPAID TOOL  તરીકે અપાઈ છે.

ટૂંકમાં મજાની ટાઈમ પાસ ફિલ્મ છે.

આ ડેડપુલ જો એક્સ મેનમાં જોડાશે તો એક્સ મેનનો સીરીયસ ટોન ઘણો મજેદાર થશે તે નક્કી.

 1. CHHELLO DIVAS (2015) : 8 / 10

એક જ જગ્યાએ અટકેલી સ્ટોરીને અલગ અલગ પ્રસંગો દ્વારા ઇન્ટરસ્ટીંગ બનાવાઈ છે. ફિલ્મ જોતી વખતે ખરેખર કોલેજના દિવસોની યાદ આવી ગઈ. પેલું નરેશ વાળું કેરેક્ટર તો ગજબનું છે. નાની નાની ઘણી ભૂલો હોવા છતાં આપને પોતે અનુભવેલું અને તે પણ આપણી ભાષામાં ફિલ્મી પરદે જોવાની મજા આવે છે.

 

 1. BATMAN VS SUPERMAN:DAWN OF JUSTICE (2016) : 6.5/10

સીધી સાદી સ્ટોરીને જાણી જોઇને કોમ્પ્લીકેટેડ બનાવવાનો પ્રયાસ થયો છે. શરૂઆતમાં ધીમી લાગતી ફિલ્મ બેટમેન અને સુપરમેનની ટક્કર પછી અંત સુધી એક્શન ફિલ્મ બની જાય છે. સુપર વુમનની એન્ટ્રી વખતેનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક જબરદસ્ત છે. પણ બેટમેન અને સુપરમેન બંને થાકેલા લાગે છે. ટૂંકમાં બેટમેન અને સુપરમેનની ટક્કરથી જે કરંટ પેદા થવો જોઈએ તે અનુભવાતો નથી.

 1. FAN (2016) : 7/10

બહુ સમયે શાહરૂખખાન કઈક અલગ કરતો જોવા મળ્યો. અમુક જગ્યાએ જો કે ઓવર એક્ટિંગ જેવું દેખાય છે ખરું (લોકઅપમાં ઉલટી કરે છે ત્યારે). મનીષ શર્માની અગાઉની ફિલ્મો બેન્ડ બાજા બારાત અને શુધ્ધ દેસી રોમાન્સ જેવી મજા ન આવી.

 1. HANSEL AND GRETEL:WITCH HUNTERS (2013) : 7/10

આવી ડાકણ., ચુડેલ, ડ્રેક્યુલા, જોમ્બીસની ફિલ્મો જોવાની ઘણી વાર મજા આવે છે. આ ફિલ્મ પણ છેક છેલ્લે સુધી મજા કરાવે છે.

પુસ્તક:

સ્ટીલ ફ્રેમ

લેખક: ફારુક નાઈકવાડે

ગુજરાતી અનુવાદ: મોહન એસ. મંદાની

steel-frame

યુ.પી.એસ.સી. ની પરિક્ષામાં સફળ થયેલા વિવિધ મરાઠી ઉમેદવારોની કથા આ પુસ્તક રજુ કરે છે. યુ.પી.એસ.સી. વિષે ઘણી અંદરની અને અજાણી હોય તેવી માહિતી પણ અહી મળી રહે છે.

ઓગસ્ટ-૨૦૧૬નું પુસ્તક

ઓગસ્ટ-૨૦૧૬નું- પુસ્તક

આ મહિનામાં એકેય ફિલ્મ જોવાઈ નથી અને એક જ પુસ્તક વંચાયું છે.

 • HECTOR SERVADEC -FRENCH / (OFF ON A COMET-ENGLISH)

            By Jules Verne

ગુજરાતી અનુવાદ :અવકાશની સફરે / ધૂમકેતુની સફરે

           -મૂળશંકર ભટ્ટ

20160830_161947

ફરી એકવાર જુલ્સ વર્ન અને ફરી એકવાર તેમની કલમ દ્વારા કરી એક નવી રોમાંચક સફર. જુલ્સ વર્નના બધાજ પુસ્તકો વાંચવાના પ્રોજેક્ટના એક ભાગ તરીકે આ પુસ્તક હાથમાં આવી ગયું અને જુલ્સ વર્ન બીજા પુસ્તકોની જેમ આમાં પણ છેલ્લે સુધી મજા આવી.

આ પુસ્તકના અનુવાદક તરીકે મૂળશંકર ભટ્ટનું નામ છે જેમને હું મૂળશંકર મો. ભટ્ટ  કે જેમણે જુલ્સ વર્નના બીજા પુસ્તકો ઘણી રસપ્રદ શૈલીમાં અનુવાદિત કરેલા છે તે સમજેલો.પણ આ તો કોઈ બીજા જ મૂળશંકર ભટ્ટ નીકળ્યા. જો કે તેમણે આ બાબતનો ઉલ્લેખ પ્રસ્તાવનામાં કરેલો છે. ઉપરાંત ટાઈટલ કવર પર પુસ્તકનું નામ ‘અવકાશની સફરે’ છે જયારે પ્રસ્તાવનામાં ‘ધૂમકેતુની સફરે’ એવો ઉલ્લેખ કરેલો છે. ખેર, જે હોય તે મને તો વાંચવાની મજા આવી.

મે-જુન-જુલાઈ-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

મે-જુન-જુલાઈ-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

હમણાં લગભગ પાંચેક મહિનાથી ફિલ્મો જોવાનું બંધ છે. જેથી ગયા ત્રણ મહિનામાં એક જ ફિલ્મ જોવાઈ. હવે સપ્ટેમ્બર મહિનાથી રેગ્યુલર ફિલ્મો જોવાનું ચાલુ થશે.

રોમિયો & રાધિકા (૨૦૧૬) : ૩/૧૦

પાલનપુર અને આજુ બાજુના વિસ્તારો (મારી ઓફીસના કેમ્પસમાં)માં જ મોટા ભાગનું શૂટિંગ થયેલું હોવાથી ફિલ્મ બાબતે થોડીક ઉત્સુકતા હતી. તેથી થીયેટરમાંમિત્રો સાથે ફિલ્મ જોવામાં આવી. ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને ઘણા બધા કલાકારો પાલનપુરના છે તેથી તેમને ફિલ્મમાં ઓળખવામાં છેલ્લે સુધી ફિલ્મ જોવામાં વાંધો ન આવ્યો. પ્રોડક્શન સારું છે. પણ સ્ટોરી અને એક્ટિંગ બાબતે લોચા છે. (અભિષેક જૈનની ફિલ્મોની સરખામણીએ).

જોકે આ ફિલ્મનું શુટિંગ ચાલતું હતું ત્યારે ખ્યાલ આવ્યો હતો કે ફિલ્મ બનાવવી ઘણું અઘરું કામ છે. કાગળ પર સારી લાગતી વાત જયારે સ્ક્રીન પર આવે ત્યાં સુધીમાં ઘણી બધા પરિબળોને લીધે ઘણું બધું બદલાઈ જતું હોય છે. તેથી ઘણીબધી લમણા ઝીંકમાંથી પસાર થઇ થીયેટર સુધી ફિલ્મને લાવતા ફિલ્મ સર્જકોને અભિનંદન આપવા ઘટે.

1467611087-Romeo-and-Radhika

પુસ્તકો:

૧. ટ્રેન ટુ પાકિસ્તાન  (જુન-૨૦૧૬)

લેખક: ખુશવંત સિંહ

ભાગલા દરમ્યાન સરહદ પરના પંજાબના એક ગામ, તેના માણસો અને આજુબાજુના માણસોની વાત કહેતી એક અદભુત કથા. લોકોએ ભાગલા દરમ્યાન શું સહન કરવું પડ્યું હશે, તેમની માનસિક સ્થિતિ કેવી હશે તેનો  આ પુસ્તકના વાંચન દરમ્યાન અંદાજો આવી શકે છે. અંત એકદમ સરસ અને દિલને હલબલાવી નાંખે તેવો છે. આના પર બનેલી ફિલ્મ હવે વિશ લીસ્ટમાં છે.

૨. સાહિત્ય અને સિનેમા (જુલાઈ-૨૦૧૬)

લેખક: જય વસાવડા

સાહિત્ય અને સિનેમાના માંધાતાઓ, કૃતિઓ અને તેને લગતી બીજી બાબતોની રસમય શૈલીમાં વાત કહેતા લેખો. જોકે મોટા ભાગના વાંચેલા હતા પણ ઘણા જુના ૧૯૯૬-૯૭ના લેખો  જે નહોતા વાંચેલા તે વંચાયા અને ખબર પડી કે જયભાઈ તેમની લેખક તરીકેની કેરિયરના શરૂઆતના વર્ષોથી જ પણ ચોટદાર અને વણઉખેડાયેલા વિષયો પર લખતા હતા.

એપ્રિલ-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

એપ્રિલ-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

આ વખતે તો હદ થઇ ગઈ. આખા મહિનામાં એક જ ફિલ્મ જોવાઈ એ પણ થીયેટરમાં…થોડો સમય કદાચ આવું ચાલતું રહેશે. પછી આક્રાંતિયાની જેમ તૂટી પડવાની ઈચ્છા છે. ‘ટુ બી વોચડ લીસ્ટ’ વધતું જ જાય છે સાથે સાથે થોડું ટેન્શન પણ..

 1. THE JUNGLE BOOK (2016): 8 / 10

THE JUNGLE BOOK

બાળપણની યાદગાર યાદોમાની એક રૂડ્યાર્દ કિપલિંગની ‘જંગલ બૂક’ જે એક જાપાનીઝ એનીમેટેડ સીરીઝ હતી અને સુંદર રીતે હિન્દીમાં ડબ થઇ હતી તેનું વધારે સારી ટેકનીક વાળું ડીઝની વર્ઝન ૨૦૧૬માં આવ્યું છે. જે મજા આપણે બાળપણમાં આ સીરીઝ વખતે લીધી હતી તેવી મજા મારા દીકરાએ આ વખતે થ્રીડીમાં લીધી. આ ફિલ્મનું પણ હિન્દી ડબિંગ સરસ છે. જાપાનીઝ સીરીઝના ડબિંગમા શેરખાનનું ડબિંગ કરનાર ‘નાના પાટેકર’ પહેલાની જેમ ડર લગાવી દે છે. ઓમ પૂરી શેફાલી શાહ, પ્રિયંકા ચોપરા અને ખાસ કરીને ઈરફાન ખાને મજા પડી જાય તેવું ડબિંગ કર્યું છે. મોગલી તરીકે નીલ શેઠી એકદમ બંધ બેસે છે. એનીમેશન અદભુત છે પણ સ્ટોરી થોડી ઢીલી છે. એક્શન અને એનીમેશનને વધારે મહત્વ અપાયું છે. જો કે આ ફિલ્મ જોવાનું બીજું એક કારણ તેના દિગ્દર્શક ‘જોન ફેવ્રું’ (‘આયર્ન મેન’ ફેમ) પણ હતા.

પુસ્તક:

 1. TAAI, ME COLLECTOR VYAHAN

            BY RAJESH PATIL

Translated in Gujarati as ‘Maadi Hu Collector Thais’ by Kishor Gaud

madi_hu_collector_thaish

એક સામાન્ય ગરીબ ખેડૂતનો અભ્યાસમાં સામાન્ય દીકરો કેવી રીતે રસ્તામાં આવતી મુશ્કેલીઓને વટાવી આઈ.એ.એસ. ઓફિસર બને છે તે વિશેનું સરસ પ્રેરણાદાયી પુસ્તક. પુસ્તકમાં રાજેશ પાટીલના આર્થીક, સામાજિક અને શારીરિક સંઘર્ષની સાથે સાથે માનસિક સંઘર્ષની પણ વાત કરવામાં આવી છે.  સરસ, સરળ અને પ્રેરણાદાયી.

 1. SORTING OUT SID

            BY YASHODHARA LAL

sorting-out-sid-400x400-imadrpbkmhfadh73

મહાનગરમાં વસતા અને કોર્પોરેટ મેટ્રો જિંદગી જીવતા સિદ્ધાર્થની જીંદગીમાં આવતી મુશ્કેલીઓ અને તેનો કઈ રીતે નિવેડો આવે છે તેની. વાર્તા એકની એક જગ્યાએ અટકેલી રહે છે. અને અમુક અંશે બોરિંગ બનતી જાય છે. વાર્તાના પાત્રો પણ પૂરી રીતે ડેવલપ થયેલા નથી. કઈ ખાસ ન હોય તેવું ટાઈમ પાસ પુસ્તક.

માર્ચ-૨૦૧૬ ની ફિલ્મો અને પુસ્તક

માર્ચ-૨૦૧૫ ની ફિલ્મો અને પુસ્તક

 1. TERE BIN LADEN (2010) : 7.5/10

વાર્તાનો કોન્સેપ્ટ સારો છે અને સરસ રીતે બનાવી પણ છે. જો કે અંત થોડો જલ્દી લાવી દીધો હોય તેવું લાગે છે. લાદેનનો હમશકલ બનતો પ્રદ્યુમન સિંહ કમાલ કરી જાય છે.

 1. 3:10 TO YUMA (2007) : 8.5/10

વાર્તા જેટલી સરળ અને સરસ છે તેટલો મજ્બુત અભિનય. રસેલ ક્રો અને ક્રિસ્ટિયન બેલે એક બીજાને ખાઈ જાય તેવી એક્ટિંગ કરી છે. છેક છેલ્લે સુધી મજા પડી જાય છે.

 1. 300:RISE OF AN EMPIRE (2014) : 7.5/10

ફિલ્મ જેના ઉપર ઉભેલી હોય છે તે લીડ એક્ટર સુલીવાન સ્તેપ્લેતોનના એક્ષ્પ્રેશન્સ સમજાતા નથી. હમેશા મૂંઝવણમાં હોય તેવું જ લાગે છે. યુધ્ધના દ્રશ્યો સ્પેશીયલ ઈફેક્ટસ દ્વારા સરસ રીતે ફિલ્માવાયેલા છે. પણ સ્ટોરી કઈ ખાસ નથી. ઓરીજીનલ ૩૦૦ જેવું ઈમોશનલ એટેચમેન્ટ નથી અને તેની સફળતાને રોકડી કરવા ફિલ્મ બનાવી હોય તેવું લાગે છે.

 1. ANCHORMAN (2004): 6.5/10

કોમેડી ફિલ્મોમાં સારું એવું નામ ગણાતી આ ફિલ્મની કોમેડી સમજવી થોડી અઘરી છે. ‘૭૦’ ના દાયકાના મીડિયા, એન્કર્સ વિષે જેને ખબર હોય કે અમુક સેલીબ્રીટીસ/વ્યક્તિઓને જાણતા હોય તો ગમે ખરી. બાકી કઈ ખાસ ન લાગી.

 1. ROOM (2015) : 8.5/10

પાંચ વર્ષ સુધી માં અને દીકરો એક જ રૂમમાં, તેમની જિંદગી, સંઘર્ષ, એક બીજા સાથેનું જોડાણ, ખાલીપો અને રૂમની બહારની દુનિયામાં પહોચ્યા પછી ત્યાં સેટ થવા કરવો અને થતો માનસિક સંઘર્ષ. અદભુત ફિલ્મ છે. અભિનય સરસ છે. નાનો છોકરો જ્યારે રૂમની બહાર પહેલી વાર નીકળે છે અને સુતા સુતા પહેલી વાર બહારનું આકાશ, વૃક્ષો અને દુનિયા નિહાળે છે તે સીન સુપર્બ છે. શાંત ચિતે, ધીરજથી જોવા અને વિચારવા લાયક.

 1. BIRDMAN (2014): 8/10

બર્ડમેન જેવી ફિલ્મ જોવા માટે ઘણી બધી ધીરજ અને પેશન જોઈએ. શરૂઆતમાં ફિલ્મનો ટોન અને સ્પીડમાં સેટ થતા થોડી વાર લાગે છે પણ પછી મજા આવે છે. આવી ફિલ્મોમાં ચિત્ર વિચિત્ર વર્તન કરતા કેરેક્ટર હોય છે. અહી તો મહાવિચિત્ર વર્તન કરતો એડવર્ડ નોર્ટન છે. સાથે સાથે નિષ્ફળ હોવા અને સફળતા માટે પોતાનું બધું દાવ પર લગાડી દેતો માઈકલ કીટન છે. જ્યારે મોટા ભાગની ફિલ્મોમાં વિચિત્રવર્તન કરતો Zach Galifianakis અહિયાં નોર્મલ વર્તન કરતો જોવા મળે છે.  સ્ટોરી અલગ છે અને સમજવા ઘણું મગજ કસવું પડે તેમ છે અને અંત તો દર્શકે પોતે જ સમજી લેવો પડે તેમ છે. જોકે આવી ફિલ્મોમાં ઘણું બધું દર્શક પર જ છોડેલ હોય છે. લાંબા લાંબા (કટ વિનાના) શોટ્સ સરસ રીતે ફિલ્માવાયેલ છે. ટેકનીક, દિગ્દર્શન અને અભિનયમાં ફિલ્મ જલસો પાડી ડે છે.

પુસ્તક:

L’Île mystérieuse by JULES VERNE

THE MYSTERIOUS ISLAND (ENGLISH)

BHEDI TAPU (GUJARATI)  Translated by Jayant Shah

BHEDI TAPU

ફરી એક વાર જુલ્સ વર્ને અને તેમની કલમે લખાયેલી સાહસી ટોળી અને રહસ્યમય ટાપુની અદભુત સાહસ કથા. વાર્તા સરસ છે અને રસાળ શૈલીમાં લખાઈ છે. અહી વર્નેની બીજી વાર્તા ‘ખોવાયેલાની ખોજમાં’નો સંદર્ભ છે તથા અંતમાં કેપ્ટન નીમોની એન્ટ્રી પણ છે.

એક જ જીંદગીમાં જુલ્સ વર્ણ આટલું બધું વિચારી અને લખી ગયા. ચમત્કાર જ છે.

ફિલ્મ ‘જર્ની ટુ ધ મિસટીરીયસ આયલેંડ’માં આ પુસ્તકનો સંદર્ભ અને વર્નેને અંજલી અપાયેલી છે.

ફેબ્રુઆરી-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

ફેબ્રુઆરી-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

 1. HOW TO TRAIN YOUR DRAGON (2010) : 7.5 / 10

હમણાં એનીમેશન ફિલ્મો જોંતા એવું લાગે છે કે બીજી ફિલ્મો કરતા અનિમેશન ફિલ્મોમાં વાર્તા અને માવજત વધારે સારી હોય છે.  HOW TO TRAIN YOUR DRAGON  એ અદભુત વિઝ્યુઅલ્સ અને એનીમેશન દ્વારા એક ટીનેજર અને ડ્રેગન વચ્ચેની દોસ્તીની કથા કહેતી સરળ અને સરસ ફિલ્મ છે.

 1. THE MARTIAN : (2015) : 8 / 10

રિડલી સ્કોટની વધુ એક સરસ સાઈ-ફાઈ ફિલ્મ. આ વખતે પણ પ્રોમેથીયાસની જેમ તેઓ મંગલ પર પહોચ્યા છે પણ એક સર્વાઈવલની વાર્તા લઈને. પણ આ વાર્તાનો હીરો બીજી સર્વાઈવલ ફિલ્મોની જેમ એકલતાથી પીડાતો નથી કે નથી એકલતાના લીધે નાસીપાસ થતો. ઘણા બધા વિઝ્યુઅલ્સ પ્રોમેથીયાસ સાથે સામ્યતા ધરાવે છે. પણ છેક છેલ્લે સુધી હીરો અને તેને મદદ કરવા માંગતા માનવોનો સંઘર્ષ છે છેલ્લે સુધી દર્શકને જકડી રાખે છે.

 1. BROTHERS (2015) : 7/ 10

બે બોક્સર ભાઈઓના પ્રેમ અને નફરતની કથા કહેતી અંગ્રેજી ફિલ્મ ‘વોરીયર્સ’ની રીમેક.  ઓરીજીનલ ફિલમ જોઈ નથી તેથી તેની સાથે ‘બ્રધર્સ’ની સરખામણી કરવી શક્ય નથી. ફિલ્મની એક વાત છે કે ફિલ્મ આડા પાટા પર ચડ્યા વિના મૂળ વાર્તાને વળગી રહે છે. ‘સપના જહાં’ ગીત સરસ છે. જેકી શ્રોફ આ વખતે સારી એક્ટિંગ કરી જાય છે. બાકી બધા પણ સારા છે. જોકે ભારતના વાતાવરણ પ્રમાણે સ્ટ્રીટ ફાઈટ અને  બોક્સિંગનું બેક્ગ્રાઉન્ડ થોડું અનકન્વીન્સીંગ લાગે છે.

 1. GHAYAL-ONCE AGAIN (2016) : 6 /10

એક્શન સારી છે પણ વાર્તાની નાની મોટી ભૂલો સુધારીને કદાચ ફિલ્મને વધુ બહેતર બનાવી શકી હોત. જોકે ઓરીજીનલ ઘાયલની સાપેક્ષે આ ફિલ્મ ઘણી નબળી છે. વાર્તાને અને કેરેક્ટર્સને પૂરતા  ડેવલોપ કરાયા વિના ઉતાવળમાં ફિલ્મ બનાવી હોય તેવું લાગે છે. ઘણા બધા સીન એવા હતા કે જેમાં દર્શકોની સીટીઓ મેળવી શકાત પણ એ બધા સીન્સ પણ ઉતાવળે ફિલ્માવાયેલા હોય તેવું લાગે છે. ક્લાઇમેક્ષ એકદમ ખરાબ કોમ્પ્યુટર ઈફેક્ટસથી ફીલ્માંવાયેલો છે. અંતમાં આવતો ટ્વીસ્ટ ગળે ઉતારવામાં મુશ્કેલી પડે છે.  અહી જ રાજકુમાર સંતોષીની ખોટ વર્તાય છે.

બેક્ ગ્રાઉન્ડ મ્યુઝીક સરસ છે અને ઓરીજીનલ ઘાયલની યાદ અપાવી દે છે. એક વાત છે કે સની દેઓલે ક્યાય પોતાને ગ્લોરીફાય કરવાનો પ્રયત્ન નથી કર્યો અને ઘરડો લાગતો હોવા છતાં સ્ક્રીન પ્રેઝન્સ વડે ફિલ્મને એક વાર જોવાલાયક બનાવે છે.

 1. PRIEST (2011): 7 /10

વેમ્પાયરથી માનવ જાતને બચાવવાની કોશિશ તે પણ દુનિયા ખત્મ થવાના આરે છે ત્યારે. ઘણી બધી ફિલ્મોમાં આ પ્લોટ આવે છે. આ ફિલ્મ પણ કઈ ખાસ નથી. એક્શન સારી છે. આ જ દિગ્દર્શક દ્વારા બનાવાયેલી ‘લીઝન’ પણ કઈ ખાસ નહોતી. એવા જ પ્લોટ પરની આ પણ ટાઈમ પાસ ફિલ્મ છે.

 1. SPECTRE (2015): 7.5 / 10

વાર્તા સીધી છે પણ જાણી જોઇને કોમ્પ્લીકેટેડ બનાવવાનો પ્રયત્ન થયો છે. સામ મેન્ડીસના આવ્યા પછી જેમ્સ બોન્ડની ફિલ્મોની ગતિ ઓછી થઇ ગઈ હોય તેવું લાગે છે. અમુક દ્રશ્યો જેવાકે બોન્ડ અને વિલનનો આમનો સામનો, ટ્રેઈનની ફાઈટ વગેરે દ્રશ્યોની પકડ સારી છે. પણ ઓવરઓલ બોન્ડની છેલ્લી ફિલ્મ ‘સ્કાયફોલ’ જેવી રોચક અને ઊંચા લેવલની નથી. ડેનિયલ ક્રેઇગ દરેક વખતની જેમ મજા કરાવે છે. બંને બોન્ડ ગર્લ્સમાં દમ નથી ના એક્ટિંગ કે ના દેખાવ. મોનિકા બેલુચી તો ડોશી જ લાગે છે. જોકે સામ મેન્ડીસની પકડ અને ડેનિયલ ક્રેગ ફિલ્મને જોવાલાયક તો બનાવે જ છે.

 1. MR. BEAN’S HOLIDAY (2007 ) : 7 / 10

વધારે વિચાર્યા વગર મિ. બીનના ગાંડાવેડા ગમતા હોય તો જોઇ શકાય. વાર્તામાં કઈ ખાસ નથી પણ ટાઈમપાસ ખરી.

 1. NATSAMRAT (2016): 9 / 10

નાના પાટેકર અને વિક્રમ ગોખલેની માઈલસ્ટોન અદાકારી,  હાઈ ક્લાસ પ્રોડક્શન, સુંદર વાર્તા અને સંવાદો… ખરેખર ક્લાસિક જે ચૂકવા જેવી નથી. નાના પાટેકર ખરેખર હમેશની જેમ અદભુત છે.  અબ તક છપ્પન, પરિંદા, ખામોશીનું લેવલ. વિક્રમ ગોખલે પણ જબરદસ્ત ટક્કર આપે છે.બન્ને વચ્ચેનો કર્ણ અને કૃષ્ણનો સીન ખરેખર યાદગાર છે. મરાઠી સિનેમાએ ઊંચું સ્તર પકડી લીધું છે. ક્યારે આવી ગુજરાતી ફિલ્મો બનશે??? અર્બન રોમાન્સ બહુ થઇ ગયો યાર…

 1. LUCY (2014): 7.5 / 10

એક અલગ પ્રકારની વાર્તા. પણ માવજતમાં કઈ નવું નથી. સ્કારલેટ જોન્સન અને મોર્ગન ફ્રીમેનને જોવાની મજા આવે છે.

 1. DUMB AND DUMBER TO (2014): 6.5 / 10

પ્રથમ ભાગ જેણે જોયો હશે અને તેની સરખામણીમાં આ ભાગ કદાચ મોળો લાગે. બે ત્રણ જગ્યા સિવાય હસવાનું શોધવું પડે તેમ છે. ઘણા બધા સંવાદો દ્વિઅર્થી છે. ફરીવાર સિકવલ ખાલી જૂની સફળતાને વટાવવા અને બનાવવા ખાતર બનાવી હોય તેવું લાગે છે. જોકે જીમ કેરી ઘરડો લાગતો હોવા છતાં તેની છાપ પ્રમાણે  અને તેનો સાથીદાર જેફ ડેનિયલસ ગાંડાવેડા કાઢીને ફિલ્મને રસહીન બનતી અટકાવે છે.

 1. HE NAMED ME MALALA (2015): 7.5 / 10

હમણાં જ મલાલાની જીવન કથા ‘આઈ એમ મલાલા’ વાંચી હોવાથી આ ડોક્યુમેન્ટ્રી વધારે રોચક લાગી. જોકે પુસ્તક જેવું ઊંડાણ આમાં નથી.

પુસ્તક:

 1. HALF GIRLFRIEND

By Chetan Bhagat

half-girlfriend

ઘણા સમયથી વિશ લીસ્ટમાં રહેલું આ પુસ્તક એક નાના ગામમાંથી શહેરમાં આવેલા એક યુવાન તથા દિલ્હી શહેરની મોડર્ન છોકરી વચ્ચેના પ્રેમ, હૃદયભંગ, છુટા પડવું અને ફરી મિલનની કથા રસપ્રદ રીતે કહે છે. ચેતન ભગતે હમેશની જેમ પોતાની પ્રવાહી અને રસાળ શૈલી દ્વારા પુસ્તકને રોચક બનાવ્યું છે. જોકે અંત એકદમ ફિલ્મી અને નાટકીય લાગ્યો.

 1. I AM MALALA

By Malala Yousafzai with Christina Lamb

I AM MALALA BOOK

ઘણા સમયથી આ પુસ્તક પણ વિશ લીસ્ટમાં હતું. શાંતિ માટેનું ૨૦૧૪નુ નોબેલ પ્રાઈઝ જીતનાર આ પાકિસ્તાની છોકરી ‘મલાલા’ ના એજ્યુકેશન માટેના તેના તથા તેના પિતાની સંઘર્ષ ગાથા રજુ કરે છે. પુસ્તક એવી રીતે લખાયું છે કે ક્યાંય કંટાળો આવતો નથી. પાકિસ્તાનની પ્રજા, તેમની મુશ્કેલીઓ અને પાકિસ્તાનના તાલીબાનીકરણ વિષે અંદરની માહિતી આ પુસ્તક પૂરી પાડે છે. વાંચવા જેવું તો ખરું જ