ઓગસ્ટ-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તક

ઓગસ્ટ-૨૦૧૫ની ફિલ્મો અને પુસ્તક

  1. TANU WEDS MANU RETURNS (2015) : 8.5/10            

tanu-fullsize-story_032315071941

દરેક પળે મુખ પર સ્માઈલ રેલાવતી ખરેખર માણવાલાયક ફિલ્મ. તેમાય શરૂઆતનો હોસ્પિટલનો સીન, કુસુમ પોતાની ઓળખાણ મનુને આપે છે ત્યારે તથા કલાઇમેકસ સીન ખરેખર અદભૂત છે. કંગના રનોત તો તનું અને કુસુમના બોડી લેન્ગવેજ, બોલવાની લઢણથી એટલી જુદી પડે છે કે બે અલગ અલગ કલાકારો અભિનય કરી રહ્યા હોય તેવું જ લાગે છે. યાદગાર સંવાદોમાં ‘ રીબોક નહિ તો રીબુક hi સહી’, ‘મૈને અપની બીવી તક કો હવસ કી નજરો સે નહિ દેખા’ વગેરે ફિલ્મ પત્યા પછી પણ યાદ રહી જાય છે. દરેક કલાકાર અદભુત છે અને ખાસ કરીને વાર્તા તથા સંવાદો મેદાન મારી જાય છે.

2. THE HOBBIT :THE BATTLE OF THE FIVE ARMIES (2014): 8/10

TBOT5A_Theatrical_Poster

ધ લોર્ડ ઓફ ધ રિંગ્સની જેમ ધ હોબીટ સીરીઝની ફિલ્મો જોતી વખતે ઘણી વાર એવું લાગે છે કે બસ બહુ થયું. થોડો કંટાળો પણ આવે છે. છતાં એક ભાગ પૂરો થતા નવા ભાગનો ઇન્તેઝાર રહે છે. હોબિટ સિરીઝની આ અંતિમ ફિલ્મમાં મોટે ભાગે એક્શન જ છે. જે અદભુત રીતે ફિલ્માવાયેલ છે. ડ્રેગનવાળા શરૂઆતના સીન તથા અંતિમ લડાઈ વચ્ચે થોડા સમય માટે જ વાર્તા આગળ વધે છે. ઓર્ક અને થોરીનની બરફ પરની લડાઈ તથા અંત સરસ છે. બીલ્બો, ગન્દાલ્ફ, ડવાર્ફને આ અંતિમ ભાગ પછી ઘણા મિસ કરવામાં આવશે એવું લાગે છે. કાશ એક ભાગ વધુ હોત.

હોબીટની આ અનએક્શપેકટેડ મુસાફરી માટે પીટર જેક્શન તથા તેમની ટીમ ને હેટ્સ ઓફ.

૩. ACHANAK (1972): 7.5/10

ACHANAK 1972

૬૦-૭૦ ના દસકામાં ચકચાર જગાવી ગયેલા નાણાવટી કેસ પર આધારિત આ ફિલ્મ શરૂઆતમાં થ્રીલર જેવી લાગે છે પણ અંત તરફ જતા ઈમોશનલ ટ્રેક પકડી લે છે. મારા ફેવરીટ ગુલઝારનું નાની નાની ઝીણવટો ધ્યાનમાં રાખીને કરેલું દિગ્દર્શન સરસ છે. અભિનય પણ સરસ છે ખાસ કરીને ઓમ શિવ પૂરીનો. જોકે વાર્તા નો મૂળ હેતુ શું છે તે ખબર પડતી નથી. કદાચ કર્તવ્ય અને તેની ફળ શ્રુતિ?. જોકે ૧૯૭૨ ના સમયગાળામાં એક પણ ગીત વિનાની માત્ર દોઢ કલાકની ફિલ્મ બનાવવાનું સાહસ ગુલઝાર જેવાજ કરી શકે.

4.D-DAY (2013): 8.5/10

D-Day-Movie-Frist-look-Poster-Draft-Pic-1

ડી-ડે એક સરસ થ્રીલર વાર્તા છે તથા તેટલી જ સરસ રીતે કહેવાઈ પણ છે સાથે સાથે દર્શકના દિલોદિમાગને પણ સ્પર્શી જાય છે. રિશી કપૂર ડોનના પત્રમાં અદભુત છે તેમાં પણ તેનો પેલો ડાયલોગ ‘ટ્રીગર ખીંચ બાત મત ખીંચ’ ખરેખર સરસ. ઈરફાન ખાન તો હમેશની જેમ છવાઈ જાય છે. અર્જુન રામપાલ પણ એકદમ કન્વીનસિંગ લાગે છે. નાસીરના સાઉથ ઇન્ડિયન લઢણ વાળી હિન્દી તેના પાત્રને એકદમ ઓથેન્ટિક બનાવે છે. હુમા કુરેશી તથા શ્રુતિ હાસન પણ પોતાના પાત્રને જીવી જાય છે. જોકે ઘણી વાર એમ લાગે છે કે ગાડી આડે પાટે જઈ રહી છે. જોકે આડા પાટામાં પણ અર્જુન અને શ્રુતીનો લવ ટ્રેક ગમે તેવો છે. તેમાં પણ ‘એક ઘડી’ ગીતના શબ્દો, સંગીત અને ફિલ્માંકન સારું છે. જોકે બાકીના ગીતો ‘મેરા મુરશીદ’ , ખ્વાબ’ તથા અલગ રીતે જ ફિલ્માવાયેલું ‘અલવિદા’ પણ સરસ છે. ઈરફાનની પત્નીના રોલમાં શ્રીસ્વારાએ પણ સારો અભિનય કર્યો છે. નીખીલ અડવાણીનું દિગ્દર્શન ધાર્યા કરતા ઘણું સારું છે.

જોકે આ બધામાં સરસ વાર્તા જ શિરમોર છે. અંત સુધી વારંવાર આવતા વળાંકોને લીધે ફિલ્મ છેલ્લે સુધી જકડી રાખે છે. બહુજ વખણાયેલી ‘બેબી’ કરતા ઘણી સારી અને જોવાલાયક.

5.DRACULA UNTOLD (2014): 7.5/10

Dracula-Untold-5

‘ડ્રેક્યુલા’ ડ્રેક્યુલા કઈ રીતે બન્યો તેની વાર્તા કહેતી સિમ્પલ સ્ટોરી અને વધારે પડતી કોઈ પણ ગુંચવણ વિનાની ટાઇમ પાસ ફિલ્મ. એક વાર જોવા જેવી ખરી.

6.FAST AND FURIOUS 7 (2015) : 7/10

fast7-poster

આ સીરીઝ મારી ફેવરીટ નથી. જોકે જોઈ નાખું ખરી. એક્શન સરસ છે ખાસ કરીને પેલો ખીણ અને ટ્રક વાળો. કલાઈમેક્ષ વધારે પડતો ખેંચાયેલો તથા થોડે અંશે કંટાળા જનક લાગે છે. હા પોલ વોકરના નિર્દોષ અભિનય માટે જોવા જેવી ખરી. વાર્તામાં કઈ ખાસ છે નહિ.

  • પુસ્તક:

PETER PAN      BY J. M. BARRIE

PETER PAN

બાળપણમાં જો આ પુસ્તક વાંચ્યું હોત તો કદાચ વધારે મજા આવત. અંગ્રેજી પરી કથાઓમાં શિરમોર જેવું આ પુસ્તકની કથા તથા પત્રો ત્યાર પછીના ઘણા પુર્સ્તકો તથા ફિલ્મોમાં લેવાયેલ છે.